સમજો કે ક્યારે મેસેજ આગળથી મોકલવામાં આવ્યો છે
“આગળ મોકલેલ” લેબલવાળા મેસેજ તમને એ નક્કી કરવા મદદ કરશે કે એ મેસેજ તમારા મિત્ર કે સગાસંબંધી દ્વારા લખાયો છે કે બીજા કોઈ પાસેથી આવ્યો છે. જ્યારે કોઈ મેસેજ એકથી બીજા વપરાશકર્તાને પાંચથી વધુ વખત આગળ મોકલવામાં આવે, ત્યારે તેને બે તીરની નિશાનીથી દર્શાવવામાં આવે છે . જો તમને ખાતરી ન હોય કે ઓરિજિનલ મેસેજ કોણે લખ્યો હતો, તો આગળ મોકલતા પહેલાં બે વાર મેસેજ સાચો છે કે ખોટો તે તપાસો. મેસેજ આગળ મોકલવા વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને આ લેખો વાંચો.
ફોટો અને મીડિયા ધ્યાનપૂર્વક તપાસો
તમને ગેરમાર્ગે દોરવા માટે ફોટા, ઓડિયો રેકોર્ડિંગ અને વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી હોઈ શકે. એ સમાચાર બીજી જગ્યાઓએ પણ ચાલી રહ્યા છે કે કેમ એ તપાસવા માટે ભરોસાપાત્ર સમાચાર સ્ત્રોતો જુઓ. જ્યારે કોઈ સમાચાર એક કરતાં વધુ જગ્યાએ ચાલી રહ્યા હોય, ત્યારે એ મોટા ભાગે ખરા હોય છે.
અલગ લાગતા મેસેજ પર ધ્યાન આપો
તમને મળતા ભ્રામક કે ખોટા સમાચાર ધરાવતા મેસેજ કે વેબસાઇટ લિંકમાં જોડણીની ભૂલો હોય છે. આવી ભૂલો પર તમારી નજર રાખો, જેથી તમે તપાસી શકો કે માહિતી સાચી છે કે ખોટી. ભ્રામક મેસેજ વિશે વધુ જાણવા માટે આ લેખ વાંચો.
કોઈ પણ વાત પર તરત વિશ્વાસ ન કરી બેસો
તમે જેના વિશે પૂર્વગ્રહ રાખતા હો તેવી માન્યતાઓ વિશેની માહિતી ધરાવતા મેસેજ શેર કરતા પહેલાં તેની હકીકત ખાસ તપાસો. જે સમાચાર માનવામાં ના આવે એ મોટા ભાગે ખોટા હોય છે.
ખોટા સમાચારને વાયરલ થતા વાર નથી લાગતી
જો કોઈ મેસેજ ઘણી વાર શેર કરાયો હોય, તો એનો અર્થ એ નથી કે એ સાચો જ હોય. મોકલનાર વ્યક્તિ તમને મેસેજ આગળ મોકલવા વિનંતી કરે એટલે મેસેજ આગળ મોકલી ન દો. જો તમને લાગે કે કંઈક ખોટું છે, તો મોકલનાર વ્યક્તિને કહો કે શેર કરતા પહેલાં તેઓ મેસેજની હકીકત તપાસે. જો કોઈ ગ્રૂપ કે સંપર્ક સતત તમને ખોટા સમાચાર કે અફવા મોકલતું હોય, તો તેઓ વિશે જાણ કરો. કોઈ સંપર્ક કે ગ્રૂપ વિશે કેવી રીતે જાણ કરવી એ વિશે વધુ જાણવા માટે આ લેખ વાંચો.
બીજા સ્ત્રોતો પરથી ખબરની ખાતરી કરો
કોઈ મેસેજ સાચો છે કે નહિ એ વિશે તમને હજી પણ ખાતરી ન થતી હોય તો, ઓનલાઇન જઈને શોધો કે આ સમાચાર ક્યાંથી આવ્યા છે અને ભરોસાપાત્ર સમાચાર સાઇટ પર તપાસો. જો તમને હજી પણ શંકા લાગતી હોય, તો વધુ માહિતી માટે હકીકત તપાસનારાઓને કે તમારી વિશ્વાસુ વ્યક્તિઓને પૂછો.
મહત્ત્વનું: જો તમને લાગે કે તમે અથવા તો બીજું કોઈ માનસિક કે શારીરિક રીતે સંકટમાં છે, તો કૃપા કરીને તમારી સ્થાનિક પોલીસનો સંપર્ક કરો. સ્થાનિક કાયદા નિયામક સંસ્થાઓ કે પોલીસ આ કિસ્સામાં તમને મદદ કરવાની પૂરતી ક્ષમતા ધરાવે છે.