અમારા બ્લોગમાં જાહેર કર્યા પ્રમાણે, તમને ગમતા વ્યવસાયો સાથે તમને સંપર્કમાં રાખવા માટે WhatsApp નવી રીતો શોધે છે. WhatsApp બિઝનેસ ઍપ નાના વ્યવસાયોને પોતાની કાયદેસરની ઓનલાઇન હાજરી અને ગ્રાહકો સાથે સરળ વાતચીત સ્થાપવા મદદ કરે છે.
મોટા પાયે કાર્યરત કંપનીઓ માટે પણ અમે નવા સાધનો બનાવી રહ્યા છીએ, જેમ કે એરલાઇન, ઇ-કોમર્સ સાઇટ અને બેંક. આ વ્યવસાયો અમારા WhatsApp બિઝનેસ સોલ્યુશન વાપરી શકશે, જેથી ગ્રાહકોને મદદરૂપ માહિતી જેવી કે ફ્લાઇટનો સમય, ડિલીવરી થયાની ખાતરી અને બીજી અપડેટ, તેમજ ગ્રાહક માટે મદદ પણ પૂરો પાડશે.
જો તમે કોઈ વ્યવસાયને તમને સંપર્ક કરતા રોકવા ઇચ્છતા હો, તો તમે તેઓ સાથે સંપર્ક તોડી શકો છો. કેવી રીતે સંપર્કને તોડવો અને જોડવો એ વિશે આના ઉપર શીખો: Android | iPhone | Windows Phone