તમારી દરેક ચેટ માટે એક ખાસ સુરક્ષા કોડ હોય છે, જેનાથી તે ચેટમાં તમારા મોકલાતા કૉલ અને મેસેજના શરૂથી અંત સુધી સુરક્ષિત હોવાનું પ્રમાણિત કરવામાં આવે છે. આ કોડને સંપર્કની માહિતી સ્ક્રીન પર જોઈ શકાય છે, એક QR કોડ અને એક 60 આંકડાવાળા નંબર રૂપે. આ કોડ દરેક ચેટમાં અજોડ હોય છે અને જે મેસેજ તમે મોકલો એ બન્ને બાજુથી ગુપ્ત થયેલ હોવાનું પ્રમાણીકરણ કરવા માટે બે વ્યક્તિઓ વચ્ચે તેમની તુલના કરી શકાય છે. સુરક્ષા કોડ તો ખાલી તમારા બન્ને વચ્ચે શેર કરેલી એક ખાસ ચાવી તરીકે દેખાય છે - અને ચિંતા ના કરતા, તે અસલી ચાવી નથી હોતી, એને હંમેશાં ખાનગી જ રખાય છે.
કેટલી વાર, શરુઆતથી અંત સુધી સુરક્ષિણ કરવામાં વપરાતા કોડ બદલાઈ પણ શકે છે. આવું એ પરિસ્થિતિમાં થાય કે જ્યારે તમે અથવા તમારા સંપર્કે WhatsAppને પુનર્સ્થાપિત કર્યું હોય કે પછી નવો ફોન બદલ્યો હોય.
સુરક્ષા કોડ બદલાયા પછી સૂચનાઓ મેળવવા માટે:
યાદ રાખો, કે તમે કોઈ સંપર્કના સુરક્ષા કોડના કાયદેસર હોવાનું કોઈ પણ સમયે પ્રમાણીકરણ કરી શકો છો. એવું કરતાં તમે અમારા શરૂઆતથી અંત સુધી સુરક્ષિત વિશેના વારંવાર પૂછાતા પ્રશ્નમાં શીખી શકો છો.