મૂળ સેટિંગ પ્રમાણે, WhatsApp તમને તમારા નવા ફોટા જલદીથી બતાવવા માટે, ફોટાને તમારું મોબાઇલ ઇન્ટરનેટ વાપરીને આપમેળેે ડાઉનલોડ કરશે. ઓડિયો અને વીડિયો માત્ર વાઇ-ફાઇ પર આપમેળે ડાઉનલોડ થશે.
WhatsApp > સેટિંગ > ડેટા અને સ્ટોરેજ વપરાશ ખોલીને તમે તમારી પસંદગીઓનું સંચાલન કરી શકો છો. અહીં તમે પસંદ કરી શકો છો કે WhatsApp ક્યારે ફોટા, ઓડિયો, વીડિયો અને ડોક્યુમેન્ટ આપમેળે ડાઉનલોડ કરશે. દરેક પ્રકારનાં મીડિયા પર દબાવો અને ક્યારેય નહિ, વાઇ-ફાઇ, અથવા વાઇ-ફાઇ અને સેલ્યુલર પસંદ કરો.
મીડિયા ક્યારેય પણ આપમેળે ડાઉનલોડ નહિ થાય. ડાઉનલોડ કરવા તમારે જાતે દરેક ફાઇલ પર દબાવવું પડશે.
નોંધ: જો તમે તમારાં આપમેળે ડાઉનલોડનાં સેટિંગને ‘ક્યારેય નહિ’ પર રાખો છો, તો તમારા વીડિયો આપમેળે ડાઉનલોડ નહિ થાય. તેમ છતાં, એકવાર તમે પ્લે બટન દબાવશો ત્યારે વીડિયો તરત જ ચાલુ થશે અને બેકગ્રાઉન્ડમાં ડાઉનલોડ થવાની પ્રક્રિયા ચાલુ રહેશે.
જ્યારે તમે કોઈ વાઇ-ફાઇ હોટસ્પોટ (દા.ત. તમારા ઘરનું ઇન્ટરનેટ) સાથે જોડાયેલા હશો, ત્યારે મીડિયા આપમેળે ડાઉનલોડ થશે.
જ્યારે પણ તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હશે, ત્યારે મીડિયા આપમેળે ડાઉનલોડ થશે.
જો તમારી પાસે મર્યાદિત ડેટા પ્લાન હોય, તો અમારી સલાહ છે કે તમે માત્ર વાઇ-ફાઇ સાથે જોડાયેલા હો ત્યારે જ મીડિયાને આપમેળે ડાઉનલોડની પરવાનગી આપો.
આપમેળે ડાઉનલોડનાં સેટિંગ રાખવા વિશે આના પર વધુ શીખો: Android | Windows Phone