તારાંકિત સંદેશાઅો વિશેષતા તમને કોઈ ખાસ સંદેશાઓને નિશાની અાપવામાં મદદરૂપ થાય છે જેનાથી ભવિષ્યમાં જરૂર પડે તો તમે તેમને જલ્દીથી શોધી શકો.
સંદેશને તારાંકિત કરવા માટે
- જે સંદેશ પર તારો અંકિત કરવો હોય, તેને ટેપ કરો અને દબાવી રાખો.
- સ્ક્રીનની ઉપર પ્રગટ થતા તારા ચિહ્ન પર ટેપ કરો.
સંદેશને બિનતારાંકિત કરવા માટે
- સંદેશને ટેપ કરો અને દબાવી રાખો.
- તારો હટાવો ચિહ્નની પસંદગી કરો.
નોંધ: તારો હટાવવાથી સંદેશ રદ્દ નહીં થાય.
તમે તારાંકિત કરેલ સંદેશાઅો જોવા માટે
- WhatsApp ખોલો.
- મેનુ બટન પર ટેપ કરો.
- તારાંકિત સંદેશાઅો પર ટેપ કરો.
તારાંકિત સંદેશાઅો વિશેષતાનો ઉપયોગ કરતાં અહીં શીખો: iPhone | Windows Phone