કૃપયા વાંચતા પહેલાં સમઝો કે
- તમે માત્ર અે જ નંબરનું પ્રમાણીકરણ કરી શકો છો જે તમારી માલીકીમાં હોય.
- તમે જે ફોન નંબરનું પ્રમાણીકરણ કરવા માગો છો તેના પર તમે ફોન કૉલ્સ અને SMS પ્રાપ્ત કરી શકતા હોવા જોઈયે.
- તમારે દરેક કૉલ-પ્રતિબંધક વિશેષતા, અૅપ્સ કે કાર્ય મારક (ટાસ્ક કિલર્સ) (દાખલા તરીકે: Advanced Task Killer) ને અક્ષમ કરેલ હોવા જોઈયે.
- તમારી પાસે મોબાઇલ ડેટા અથવા Wi-Fiથી સક્રિય ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈયે. જો તમે રોમિંગમાં (ભ્રમણમાં) હોવ કે તમારી પાસે ખરાબ કનેક્શન હોય, તો કદાચ પ્રમાણીકરણ બરાબર ના પણ થાય. તમારા ફોનના ઇન્ટરનેટ બ્રાઉઝર પર www.whatsapp.com ખોલો અને ચકાસો કે તમે કનેકટેડ છો કે નહીં.
કેવી રીતે પ્રમાણીકરણ કરવું
- તમારો ફોન નંબર દાખલ કરો:
- નીચે સરકવા વાળી સૂચિમાંથી (ડરૉપ ડાઉન લિસ્ટ) તમારા દેશની પસંદગી કરો. અે કરવાથી ડાબી બાજૂમાં તમારા દેશનો કોડ અાપોઅાપ ભરાઈ જશે.
- જમણી બાજુના ખાનામાં તમારો ફોન નંબર દાખલ કરો. કૃપયા તમારા ફોન નંબર પહેલાં કોઈ ૦ રાખશો નહીં.
- તમને SMS દ્વારા મોકલાયેલ ૬-આંકડા વાળો કોડ દાખલ કરો.
જો તમને ૬-આંકડા વાળા કોડ વાળો SMS ના મળયો હોય
- પ્રગતિ સૂચક પટ્ટીના પૂરી થવાની રાહ જુઅો અને ફરી પ્રયાસ કરો. અામાં કદાચ ૧૦ મીનીટ જેવું લાગશે.
- અટકળે કોડ ના દાખલ કરતા, અેવું કરવાથી તમને થોડા સમય માટે પ્રમાણીકરણ કાર્યમાંથી બહાર કરી લૉક કરી દેવામાં અાવશે.
- જો તમને કોડ મળ્યા પહેલાં જ સમય પૂરો થઈ જાય, તો ફોન કૉલની વિનંતિ કરવાનો વિકલ્પ તમારી સમક્ષ રજુ કરવામાં અાવશે. કૉલની વિનંતિ કરવા માટે મને કૉલ કરો વિકલ્પની પસંદગી કરો. જ્યારે તમે કૉલનો જવાબ અાપશો, ત્યારે અેક સ્વચાલિત અવાજ તમને ૬-અાંકડા વાળો કોડ કહી બતાવશે. WhatsAppના પ્રમાણીકરણ માટે તેને દાખલ કરો.
નોંધ: તમારા કેરિયર પ્રમાણે SMS અને ફોન કૉલ્સ માટે તમારે શુલ્ક ભરવું પડી શકે છે.
મુશ્કેલી નિવારણનાં પગલાં
જો તમને પ્રમાણીકરણ કરવામાં સમસ્યાઅો થઈ રહી હોય, તો કૃપયા આ અજમાવી જુઅો:
- તમારા ફોનને રીબૂટ કરો (તમારા ફોનને રીબૂટ કરવા માટે, તેને બંધ કરો, ૩૦ સેકન્ડ્સ માટે રાહ જુઅો, અને તેને ફરી ચાલુ કરો).
- WhatsAppના નવીનતમ સંસ્કરણને સ્થાપિત કરવા તેને રદ્દ કરી (ડીલીટ) અને પુનર્સ્થાપિત કરો.
- કોઈ પણ ફોનથી, ચકાસણી કરતું અેક SMS સંદેશ તમારા પોતાના ફોન પર, દેશના કોડ સાથે જે રીતે WhatsAppમાં હોય અે જ રીતે દાખલ કરીને મોકલો, અને તમારું રીસેપશન ચેક કરો.
અમે તમને સુરક્ષાના કારણોસર બીજી કોઈ રીતે તમારો કોડ મોકલી શકતાં નથી.
પ્રમાણીકરણ કરતા અહીં શીખો: iPhone | Windows Phone