અમને તમારી ગોપનીયતાની ચિંતા છે. WhatsAppના બધા કૉલ્સ અને સંદેશાઓ શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે તમે જેમની સાથે ચર્ચા કરી રહ્યા હોવ, માત્ર તે લોકો જ તમારા સંદેશાઓ વાંચી શકે છે કે તમારા કૉલ્સ સાંભળી શકે છે, વચ્ચે કોઈ નહીં, WhatsApp પણ નહીં.
બધી પરિસ્થિતિઓમાં, WhatsApp શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ દ્વારા સુરક્ષિત કરીને જ તમારા સંદેશાઓ વ્યવસાયો સુધી પહોંચાડશે. જો કે, આ યાદ રાખવું પણ જરૂરી છે કે તમે જ્યારે કોઈ વ્યવસાયને સંપર્ક કરશો, તો તે વ્યવસાયમાં જોડાયેલ ધણા લોકો તમારા સંદેશાઓને જોઈ શકે છે. તદુપરાંત, અમારી WhatsApp Business સેવાઓને વાપરતા કેટલાક વ્યવસાયો તેમના સંચારણની વ્યવસ્થા કરવા માટે બીજી કમ્પનીઓનો ઉપયોગ કરી શકે છે, દાખલા તરીકે તમારા સંદેશાઓને સાચવવા, વાંચવા અને તેમના જવાબ આપવા માટે.
તમે જે વ્યવસાય સાથે વહેવાર કરી રહ્યા હોવ, તેમની જવાબદારી છે કે તેઓ તેમની ગોપનીયતા નિતી અનુસાર તમારા સંદેશાઓનું વહીવટ કરે. કૃપયા વધુ માહિતી માટે, તે વ્યવસાય સાથે સીધો સંપર્ક સાધો.
અમારા આરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ વિષે વધુ માહિતી માટે અમારો વારંવાર પૂછાયેલ પ્રશ્ન વાંચો.