WhatsApp ચિહ્ન ઉપર ખોટી બૅજ (બિલ્લા) ગણતરી આમ તો તમારા ફોન સાથે કોઈ સમસ્યાને કારણે પરિણમે છે. એને બરાબર કરવા કૃપયા મુશ્કેલી નિવારણના આ પગલાં ભરી જુઓ:
- તમને નવો WhatsApp સંદેશ મોકલવા તમારા કોઈ મિત્રને કહો. આનાથી તમારી સંદેશ ગણતરી તાજી થઈ જશે.
- WhatsApp ચિહ્ન પર ટેપ કરી દબાવી રાખો અને તેને ખસેડીને કચરાપેટીના ચિહ્ન ઉપર લાવો (સામાન્ય રીતે, સ્ક્રીનની ઉપરની બાજુમાં હોય છે), પછી તમારા ઍપ ખાનામાંથી નવો WhatsApp ચિહ્ન તમારી હોમ સ્ક્રીન પર લાવો.
- WhatsAppને અસ્થાપિત કરો. સેટિંગ્સ > ઉપકરણ > ઍપ્લિકેશનો > ઍપ્લિકેશન સંંચાલક > વધુ > સિસટમ ઍપ બતાવો > બૅજ પ્રદાતા > સંગ્રહ (પાથ/રસ્તો તમારા ફોન ઉપર નિર્ભર રહેશે) અથવા તમારા બૅજ (બિલ્લા) ગણતરી ઍપ પર જઓ,ડેટા સાફ કરો પર ટેપ કરો, અને WhatsAppને પુનર્સ્થાપિત કરો.
- સેટિંગ્સ > સિસટમ > વિકાસકર્તા વિકલ્પો પર જાઓ અને ખાતરી કરો કે પ્રવૃત્તિઓ ના સંભાળોને બંધ કરેલ છે. જો તમારી પાસે વિકાસકર્તાના અધીકારો ના હોય, તો આને તરક કરો.
- સેટિંગ્સ > ઉપકરણ > ઍપ્લિકેશનો > ઍપ્લિકેશન સંંચાલક > WhatsApp > સંગ્રહ પર જાઓ અને ડેટા સાફ કરો પર ટેપ કરો. હવે પછી જ્યારે તમે WhatsApp ખોલશો ત્યારે તમારે તમારા ફોન નંબરની ફરીથી ખાતરી કરવી પડશે.
બિલ્લા ગણતરી તમારા પ્રક્ષેપક (લૉંચર) દ્વારા પ્રદાન કરેલ એક નોટિફિકેશન વ્યવસ્થા છે અને WhatsAppની સુવિધા નથી. જો તમને સમસ્યાઓનો અનુભવ ચાલુ રહે, તો કૃપયા તમારા ફોનના ઉત્પાદકનો સંપર્ક કરો.
તમારા ઍપ પર કેવી રીતે બિલ્લા ગણતરી લાવવી, તે અહીં શીખો.