જો Google Play Store પરથી WhatsAppને ડાઉનલોડ કે અપડેટ કરવામાં તમને સમસ્યાનો અનુભવ થઈ રહ્યો હોય, તો કદાચ તેના નિમ્ન લિખિત કારણો હોઈ શકે:
જો તમારી બાબત ઉપર જણાવી ના હોય, તો ખાસ મુશ્કેલી નિવારણ માટે કૃપા કરીને Google Play હેલ્પ સેન્ટર ચેક કરો.
એરર કોડ
ભૂલ માટે કોડ: 413, 481, 491, 492, 505, 907, 910, 921, 927, 941 અને DF-DLA-15
- તમારા ફોનના સેટિંગ પર જઈને તમારું Google એકાઉન્ટ કાઢી નાખો. તે પછી વપરાશકર્તા અને એકાઉન્ટ પર ટેપ કરો..
- તમારું Google એકાઉન્ટ પસંદ કરીને REMOVE ACCOUNT > REMOVE ACCOUNT પર દબાવો.
- તમારો ફોન ફરી ચાલુ કરીને જુઓ અથવા તેને સંપૂર્ણ રીતે બંધ કરીને ચાલુ કરી જુઓ.
- તમારા ફોનના સેટિંગ પર જઈને તમારું Google એકાઉન્ટ ફરી ઉમેરો. વપરાશકર્તા અને એકાઉન્ટ > એકાઉન્ટ ઉમેરો > Google પર દબાવો.
- તમારા Google એકાઉન્ટમાં લૉગ ઇન કરો.
- તમારા ફોનની સેટિંગ પર જઈને Google Play સ્ટોરના કૅશ સાફ કરો. તે પછી ઍપ્સ અને નોટિફિકેશન > ઍપ માહિતી > Google Play સ્ટોર > સંગ્રહ > કૅશ સાફ કરો પર દબાવો.
- Google Play સ્ટોરના ડેટાને ડેટા સાફ કરો > ઠીક છે.
- WhatsAppને ફરી ડાઉનલોડ કરી જુઓ.
ભૂલ માટે કોડ: 101, 498 અને 919 માટે
કૃપા કરીને "આ ડિવાઇસમાં પૂરતી જગ્યા નથી"ના ભાગમાં લિખિત સૂચનો પર અમલ કરો અને WhatsAppને ફરીથી ઇન્સ્ટૉલ કરવાનો પ્રયાસ કરો.
ભૂલ માટે કોડ: 403, 495, 504, 911, 920, 923, RPC ભૂલો, અમાન્ય પેકેજ ફાઈલ, સ્થાપના કે ડાઉનલોડ નિષ્ફળ ભૂલો માટે
- તમારા ડિવાઇસમાં પૂરતી જગ્યા હોવાની ખાતરી કરવા માટે "આ ડિવાઇસમાં પૂરતી જગ્યા નથી"ના ભાગમાંના સૂચનો પર અમલ કરો.
- 2.અમારી વેસાઈટ પરથી WhatsAppને APK ફાઇલ રૂપે ડાઉનલોડ કરવા માટે આ લિંક પર જાઓ.
- હમણાં ડાઉનલોડ કરો પર દબાવો.
- સ્થાપનાનું મંડાણ કરવા માટે APK ફાઇલને ખોલો.
- નોંધ: APK ફાઇલ રૂપે ખોલતા સમય, તમારે સેટિંગ > આ સ્તોત્ર પરથી મંજૂરી આપો પર દબાવો.
ભૂલ માટે કોડ: 490
- જો તમે સેલ્યુલર ડેટા વાપરતા હો, તો કૃપા કરીને WhatsAppને માત્ર Wi-Fi પર ડાઉનલોડ કરો.
- જો એ ન ચાલે, તો નીચે પ્રમાણે પ્રયત્ન કરો:
- તમારા ફોનમાં અહીં જાઓ: સેટિંગ > ઍપ અથવા ઍપ અને નોટિફિકેશન > Google Play સ્ટોર > ડેટા વપરાશ > બેકગ્રાઉન્ડ ડેટા ચાલું કરો.
- તમારા ફોનમાં અહીં જાઓ: સેટિંગ > ઍપ અથવા ઍપ અને નોટિફિકેશન > ડાઉનલોડ મેનેજર > ડેટા વપરાશ > બેકગ્રાઉન્ડ ડેટા > બેકગ્રાઉન્ડ ડેટા ચાલું કરો.
- જો ઉપરની ટિપ્સ બરાબર કામ ન કરે, તો Google Play સ્ટોરની કેશ ફાઇલ તમારા ફોનના સેટિંગમાં જઈને ખાલી કરવાનો પ્રયત્ન કરો. એ પછી ઍપ અને નોટિફિકેશન > ઍપ માહિતી > Google Play સ્ટોર > સંગ્રહ > કૅશ સાફ કરો પર દબાવો.
- Google Play સ્ટોરના ડેટાને ડેટા સાફ કરો > ઠીક છે.
- WhatsAppને ફરી ડાઉનલોડ કરી જુઓ.
આ ડિવાઇસમાં પૂરતી જગ્યા નથી.
જો તમે તમારા ફોનમાં પૂરતી જગ્યા ના હોવાના કારણે WhatsApp સ્થાપિત કરવામાં અસમર્થ રહો, તો તમે Google Play Storeના કૅશ અને ડેટાને સાફ કરી શકો છો:
- તમારા ફોનના સેટિંગ પર જઈને ઍપ્લિકેશન અને નોટિફેકેશન > ઍપ માહિતી > Google Play સ્ટોર > સંગ્રહ > કૅશ સાફ કરો પર દબાવો.
- ડેટા ખાલી કરો > ઠીક છે પર દબાવો.
- તમારા ફોનને બંધ કરી ફરી ચાલુ કરો અને WhatsAppને ફરીથી ઇનસ્ટૉલ કરવાનો પ્રયાસ કરો.
જો તમે હજુ પણ WhatsAppને સ્થાપિત ના કરી શકતા હો, તો અહીં તમારા ફોનમાં જગ્યા ખાલી કરવા બાબત ઘણા સલાહસૂચન છે:
- સેટિંગ ઍપ > સંગ્રહ > પર જઈ કૅશ ડેટા ખોલી તમારા ફોનનો કૅશ ડેટા સાફ કરો.
- ડેટા અને ઍપ્સને તમારા બાહ્ય SD કાર્ડ પર ખસેડો.
- જે જૂનો ડેટા અને ઍપ્સ તમે ના વાપરતા હો, તેને ડિલીટ કરો.
- WhatsAppના આ છુપાયેલ ફોલ્ડરમાં જુઓ. તમે ફક્ત ફાઇલ શર્ચ દ્વારા જ તેમના સુધી પહોંચી શકો છો:
- ફોટા માટે ફોલ્ડર અહીં આવેલા છે: /WhatsApp/Media/WhatsApp Images/Sent.
- વીડીયો માટે ફોલ્ડર અહીં આવેલા છે: /WhatsApp/Media/WhatsApp Video/Sent.
- વૉઇસ મેસેજ માટે ફોલ્ડર અહીં આવેલા છે: /WhatsApp/Media/WhatsApp Voice Notes.
ઍપને ઇન્સ્ટૉલ અને અપડેટ કરવા માટે, ઓછામાં ઓછી 1 GB જેટલી જગ્યા ખાલી રાખવાની સલાહ અપાય છે.
નોંધ: જો તમે તમારી WhatsApp ફોટા, વૉઇસ મેસેજ, કે વીડિયોને ડિલીટ કરી દો, તો પછી તમે તેમને જોઈ કે સાંભળી શકશો નહીં.
આ ઍપ તમારા Android ડિવાસ માટે સપોર્ટ કરતી નથી.
કૃપા કરીને આ લેખ બધા સપોર્ટ કરતા ડિવાઇસ જુઓ.
આ આઇટમ તમારા દેશમાં ઉપલબ્ધ નથી
જો તમે કોઈ "તમારા દેશમાં ઉપલબ્ધ નથી" ભૂલ જુઓ કે Google Play મદદ કેન્દ્રની મુશ્કેલી નિવારણ સલાહો તમારા કામમાં ના આવતી હોય, તો WhatsAppને આ પાનાં પરથી APK ફાઇલ તરીકે ડાઉનલોડ કરીને અપડેટ કરો. તમારે તમારા ફોનની સેટિંગની સુરક્ષામાં અજાણ્યા સ્ત્રોતોને ચાલુ કરવા પડશે. APK ફાઇલ તરીકે ખોલતા સમય, તમારે સેટિંગ > આ સ્તોત્ર પરથી મંજૂરી આપો પર દબાવો.