WhatsApp ચિહ્ન પાસે રહેલ સંદેશ ગણતરીઓને બિલ્લા (બૅજિઝ) કહેવામાં આવે છે. આ સુવિધા તમારા ફોનના ઉત્પાદક દ્વારા આપવામાં આવે છે. વૈકલ્પિક રીતે, ઘણા પ્રક્ષેપક (લૉન્ચર્સ) જેવા કે Novaઅથવા ઍપ, જેવા કે Notifyer ઍપ ઉપર બિલ્લા દર્શાવવાની ક્ષમતા પ્રદાન કરે છે.
જો તમને તમારા ચિહ્ન ઉપર બિલ્લા ના દેખાય, તો તમને તમારા શોર્ટકટને રદ્દ કરી ને ઍપ ના ખાનામાંથી નવા શોર્ટકટને ખેંચીને બહાર લાવવાની જરૂર હોઈ શકે છે.
તમારી હોમ સ્ક્રીન પરથી શોર્ટકટ હટાવવા માટે, શોર્ટકટ ઉપર ટેપ કરી દબાવી રાખો અને પછી તેને ખેંચીને રદ્દ કરો ચિહ્ન (મોટે ભાગે સ્ક્રીનની ઉપર આવેલું હોય છે) ઉપર લાવો.
જો તમને બિલ્લાની ખોટી ગણતરી દેખાતી હોય, તો કૃપયા આ લેખ વાંચો.