જો તમે WhatsApp સાથે કનેક્ટ ના થઈ શકતા હો, તો મોટાભાગે એવું તમારા ઇન્ટરનેટ કનેક્શન કે પછી તમારા ફોનનાં સેટિંગમાં કોઈ મુશ્કેલી હોવાના કારણે થાય. બની શકે કે WhatsAppને ડિલીટ કરીને ફરી ઇન્સ્ટોલ કરવાની જરૂર ન પડે.
સમસ્યાનો ઉકેલ
ઇન્ટરનેટ કનેક્શનને લગતી મોટાભાગની સમસ્યાઓ નીચેનાં પગલાં ભરીને દૂર કરી શકાય છે:
- તમારા ફોનને બંધ કરીને ફરીથી ચાલુ કરો.
- WhatsAppને Google Play સ્ટોર પર ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝનથી અપડેટ કરો.
- તમારા ફોનનાં સેટિંગ ખોલી > નેટવર્ક અને ઇન્ટરનેટ પર દબાવીનેે > એરપ્લેન મોડ ચાલુ અને બંધ કરો.
- તમારા ફોનનાં સેટિંગ ખોલી > નેટવર્ક અને ઇન્ટરનેટ > ડેટા વપરાશ પર દબાવીને > મોબાઇલ ડેટા ચાલુ કરો.
- તમારા ફોનનાં સેટિંગ ખોલી > ઍપ અને નોટિફિકશન > WhatsApp > ડેટા વપરાશ પર દબાવીને > બેકગ્રાઉન્ડ ડેટા ચાલુ કરો.
- તમારા ફોનનાં સેટિંગ ખોલી > નેટવર્ક અને ઇન્ટરનેટ > વાઇ-ફાઇ પર જઈને > વાઇ-ફાઇ બંધ અને ચાલુ કરો.
- કોઈ જુદા વાઇ-ફાઇ હોટસ્પોટથી કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો.
- ખાતરી કરો કે વાઇ-ફાઇ સ્લીપ મોડમાં ચાલુ રહે.
- તમારા વાઇ-ફાઇ રાઉટરને રીબૂટ કરો.
- મોબાઇલ સેવા પૂરી પાડનારી તમારી કંપનીનો સંપર્ક કરો અને ખાતરી કરો કે તમારાં APN સેટિંગ સાચી રીતે રાખેલાં છે.
- તમારા ફોન માટે ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝનથી તમારી Android ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરો.
- તમે સામાન્ય રીતે વાપરતા ન હો એવા વાઇ-ફાઇ કનેક્શન પર WhatsApp સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી આવી રહી હોય, તો નેટવર્ક એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.
- ખાતરી કરો કે તમે બીજા દ્વારા સંચાલિત વાઇ-ફાઇ નેટવર્ક ન વાપરી રહ્યા હો, જેમ કે તમારી ઑફિસ કે યુનિવર્સિટીનું નેટવર્ક. બની શકે કે આ નેટવર્ક પર બીજાં કનેક્શન પ્રતિબંધિત કે માર્યાદિત કરેલાં હોય.
- WhatsAppને પ્રોક્સી કે VPN સેવાઓ પર વાપરવા માટે ડિઝાઇન કરેલું નથી, તેથી આવી સેવાઓ માટે અમે સપોર્ટ આપી શકતા નથી.
- રોમિંગ બંધ કરો.
WhatsApp મેસેજ માટેનાં નોટિફિકેશન મેળવવામાં પડતી સમસ્યાઓ માટેેે, આ લેખ વાંચો.