જો તમને ફોટા, વીડિયો અથવા વોઇસ મેસેજ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી આવતી હોય, તો આટલું તપાસો:
જો મુશ્કેલી આવ્યા કરે, તો બની શકે કે તમારા SD કાર્ડમાં કોઈ સમસ્યા હોય. ખાતરી કરવા માટે, તપાસો કે તમારા SD કાર્ડમાં:
સ્ટોરેજ માટેની પૂરતી ખાલી જગ્યા છે. SD કાર્ડમાં પૂરતી જગ્યા હોવા છતાં પણ જો તમે એના પર WhatsAppમાંથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરી શકતા ન હો, તો બની શકે કે તમારે તમારા SD કાર્ડમાંથી WhatsAppનો ડેટા ડિલીટ કરવો પડે.
રીડ ઓન્લી મોડ બંધ છે.
જો ઉપરના કોઈ પણ ઉપાયથી તમારી સમસ્યાનો ઉકેલ ન આવતો હોય, તો એનો અર્થ એમ છે કે તમારું SD કાર્ડ ખરાબ થઈ ગયું છે. આ કિસ્સામાં, બની શકે કે તમારે તમારું SD કાર્ડ ફરી ફોર્મેટ કરવું પડે અથવા તો નવું SD કાર્ડ ખરીદવું પડે.
નોંધ: SD કાર્ડને ફરી ફોર્મેટ કરવાથી SD કાર્ડ પરનો બધો ડેટા ભૂંસાઈ જશે.