જો WhatsApp બેકઅપ શોધી ન શકે, તો આ કારણો હોઈ શકે:
- તમે એ જ Google એકાઉન્ટથી લોગ ઇન થયા નહિ હો.
- બેકઅપ બનાવવા માટે જે નંબરનો ઉપયોગ કર્યો હશે એ તમે વાપરી રહ્યા નહિ હો.
- તમારા SD કાર્ડ કે જૂની ચેટમાં ખરાબી આવી હોય.
- તમારા Google ડ્રાઇવ એકાઉન્ટ કે ફોનમાં બેકઅપ લીધેલી ફાઇલ જ ન હોય.
Google ડ્રાઇવ પર બેકઅપ બનાવી શકાતો નથી
જો તમને Google ડ્રાઇવ પર બેકઅપ બનાવવામાં મુશ્કેલી આવી રહી હોય, તો આટલી વસ્તુઓની ખાતરી કરો:
- તમારા ફોનમાં તમે Google એકાઉન્ટ ઉમેરેલું છે.
- તમારા ફોન પર Google Play સેવાઓ ઇન્સ્ટોલ કરેલી છે.
- જો તમે મોબાઇલ ડેટા વાપરીને બેકઅપ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હો, તો તમારી પાસે WhatsApp અને Google Play સેવાઓ એમ બન્ને માટે ડેટા છે. જો ખાતરી ન હોય, તો તમારી મોબાઇલ નેટવર્ક પૂરું પાડતી કંપનીનો સંપર્ક કરો.
- કોઈ જુદા નેટવર્ક પર બેકઅપ બનાવવાનો પ્રયત્ન કરો. જો તમે મોબાઇલ ડેટા પર બેકઅપ ન લઈ શકો, તો વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો.
Google ડ્રાઇવ પર બેકઅપ પાછો મેળવી શકાતો નથી
જો તમને Google ડ્રાઇવ પર બેકઅપ પાછો મેળવવામાં મુશ્કેલી આવી રહી હોય, તો આટલી વસ્તુઓની ખાતરી કરો:
- તમે એ જ ફોન નંબર અને Google એકાઉન્ટનો ઉપયોગ કરીને બેકઅપ પાછો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હો જેનાથી તમે બેકઅપ બનાવ્યો હતો.
- બેકઅપ પાછો મેળવવા માટે તમારા ફોનમાં પૂરતી જગ્યા છે.
- તમારા ફોન પર Google Play સેવાઓ ઇન્સ્ટોલ કરેલી છે.
- તમારા ફોનની બેટરી પૂરી ચાર્જ કરેલી છે અથવા તો તમારા ફોનને ચાર્જમાં મૂકી રાખો.
- તમારા ફોનમાં સારી ગુણવત્તાવાળું અને સ્થાયી ઇન્ટરનેટ કનેક્શન છે. જો મોબાઇલ ડેટા પર બેકઅપ પાછો મેળવી ન શકો, તો વાઇ-ફાઇ પર અજમાવી જુઓ.
સંબંધિત લેખો: