Google Drive પર બેકઅપ બનાવી કે પાછો મેળવી શકાતો નથી
જો WhatsApp બેકઅપ શોધી ન શકે, તો આ કારણો હોઈ શકે:
- તમે એ જ Google એકાઉન્ટથી લોગ ઇન થયા નહિ હો.
- બેકઅપ બનાવવા માટે જે નંબરનો ઉપયોગ કર્યો હશે એ તમે વાપરી રહ્યા નહિ હો.
- તમારા SD કાર્ડ કે જૂની ચેટમાં ખરાબી આવી હોય.
- તમારા Google Drive એકાઉન્ટ કે ડિવાઇસમાં બેકઅપ લીધેલી ફાઇલ જ ન હોય.
Google Drive પર બેકઅપ બનાવી શકાતો નથી
જો તમને Google Drive પર બેકઅપ બનાવવામાં મુશ્કેલી આવી રહી હોય, તો આટલી વસ્તુઓની ખાતરી કરો:
- તમારા ડિવાઇસમાં તમે Google એકાઉન્ટ ઉમેરેલું છે.
- તમારા ડિવાઇસ પર Google Play સેવાઓ ઇન્સ્ટોલ કરેલી છે.
- જો તમે મોબાઇલ ડેટા વાપરીને બેકઅપ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હો, તો તમારી પાસે WhatsApp અને Google Play સેવાઓ એમ બન્ને માટે ડેટા છે. જો ખાતરી ન હોય, તો તમારી મોબાઇલ નેટવર્ક પૂરું પાડતી કંપનીનો સંપર્ક કરો.
- કોઈ જુદા નેટવર્ક પર બેકઅપ બનાવવાનો પ્રયત્ન કરો. જો તમે મોબાઇલ ડેટા પર બેકઅપ ન લઈ શકો, તો વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો.
Google Drive પરથી બેકઅપ રિસ્ટોર કરી શકાતો નથી
જો તમને Google Drive બેકઅપ રિસ્ટોર કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો આટલી વસ્તુઓની ખાતરી કરો:
- તમે એ જ ફોન નંબર અને Google એકાઉન્ટનો ઉપયોગ કરીને બેકઅપ રિસ્ટોર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો જેનાથી તમે બેકઅપ બનાવ્યો હતો.
- જો તમે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ રિસ્ટોર કરો છો, તો તમે સાચો પાસવર્ડ અથવા કી વાપરી રહ્યા છો.
- બેકઅપ રિસ્ટોર કરવા માટે તમારા ડિવાઇસમાં પૂરતી જગ્યા છે.
- તમારા ડિવાઇસ પર Google Play સેવાઓ ઇન્સ્ટોલ કરેલી છે.
- તમારા ડિવાઇસની બેટરી પૂરી ચાર્જ કરેલી છે અથવા તો તમારા ડિવાઇસને ચાર્જમાં મૂકી રાખો.
- તમારા ડિવાઇસમાં સારી ગુણવત્તાવાળું અને સ્થાયી ઇન્ટરનેટ કનેક્શન છે. જો મોબાઇલ ડેટા પર બેકઅપ રિસ્ટોર કરી ન શકો, તો વાઇ-ફાઇ પર અજમાવી જુઓ.
સંબંધિત લેખો:
- તમારી જૂની ચેટ કેવી રીતે પાછી મેળવવી
- Google Drive પર બેકઅપ કેવી રીતે લેવો
- એન્ક્રિપ્ટેડ બેકઅપ માટે પાસવર્ડ યાદ રાખી શકતા નથી