પ્રાઇવસીના એક વધારાના ઉપાય તરીકે, તમે ફોન પર WhatsApp ખોલવા ફિંગરપ્રિન્ટ લૉકનો ઉપયોગ કરી શકો છો. જયારે આ સુવિધા ચાલુ હોય, ત્યારે ઍપમાં પ્રવેશ મેળવવા તમારે પોતાની ફિંગરપ્રિન્ટ વાપરવી પડશે.
ફિંગરપ્રિન્ટ લૉક ચાલુ કરો
WhatsApp ખોલો > વધુ વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર દબાવો.
નીચે સુધી જાઓ અને ફિંગરપ્રિન્ટ લૉક પર દબાવો.
ફિંગરપ્રિન્ટથી ખોલો ચાલુ કરો.
ફિંગરપ્રિન્ટ સેન્સર પર અડીને તમારી ફિંગરપ્રિન્ટની ખાતરી કરો.
ફિંગરપ્રિન્ટની ઓળખ આપ્યા પછી કેટલા સમયમાં ફરી ઓળખ આપવી પડે તે તમે પસંદ કરી શકો છો.
નવા મેસેજના નોટિફિકેશનમાં જો તમે મેસેજનું લખાણ જોવા માંગતા હો, તો નોટિફિકેશનમાં લખાણ બતાવો ચાલુ કરો.
ફિંગરપ્રિન્ટ લૉક બંધ કરો
WhatsApp ખોલો > વધુ વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર દબાવો.
નીચે સુધી જાઓ અને ફિંગરપ્રિન્ટ લૉક પર દબાવો.
ફિંગરપ્રિન્ટથી ખોલો બંધ કરો.
નોંધ:
ફિંગરપ્રિન્ટ લૉકની સુવિધા Android 6.0 અને તેના પછીનું વર્ઝન તથા Google ફિંગરપ્રિન્ટ APIની સુવિધા ધરાવતાં Android ડિવાઇસ પર જ ઉપલબ્ધ છે.
આ સુવિધા Samsung Galaxy S5, Samsung Galaxy Note 4 કે Samsung Galaxy Note 8 પર ઉપલબ્ધ નથી.