Android ફિંગરપ્રિન્ટ લૉક કેવી રીતે વાપરવું
પ્રાઇવસીના એક વધારાના ઉપાય તરીકે, તમે ફોન પર WhatsApp ખોલવા ફિંગરપ્રિન્ટ લૉકનો ઉપયોગ કરી શકો છો. જયારે આ સુવિધા ચાલુ હોય, ત્યારે ઍપમાં પ્રવેશ મેળવવા તમારે પોતાની ફિંગરપ્રિન્ટ વાપરવી પડશે.
ફિંગરપ્રિન્ટ લૉક ચાલુ કરો
- WhatsApp ખોલો > વધુ વિકલ્પો
> સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર દબાવો. - નીચે સુધી જાઓ અને ફિંગરપ્રિન્ટ લૉક પર દબાવો.
- ફિંગરપ્રિન્ટથી ખોલો ચાલુ કરો.
- ફિંગરપ્રિન્ટ સેન્સર પર અડીને તમારી ફિંગરપ્રિન્ટની ખાતરી કરો.
- ફિંગરપ્રિન્ટની ઓળખ આપ્યા પછી કેટલા સમયમાં ફરી ઓળખ આપવી પડે તે તમે પસંદ કરી શકો છો.
- નવા મેસેજના નોટિફિકેશનમાં જો તમે મેસેજનું લખાણ જોવા માંગતા હો, તો નોટિફિકેશનમાં લખાણ બતાવો ચાલુ કરો.
ફિંગરપ્રિન્ટ લૉક બંધ કરો
- WhatsApp ખોલો > વધુ વિકલ્પો
> સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી પર દબાવો. - નીચે સુધી જાઓ અને ફિંગરપ્રિન્ટ લૉક પર દબાવો.
- ફિંગરપ્રિન્ટથી ખોલો બંધ કરો.
નોંધ:
ફિંગરપ્રિન્ટ લૉકની સુવિધા Android 6.0 અને તેના પછીનું વર્ઝન તથા Google ફિંગરપ્રિન્ટ APIની સુવિધા ધરાવતાં Android ડિવાઇસ પર જ ઉપલબ્ધ છે.
આ સુવિધા Samsung Galaxy S5, Samsung Galaxy Note 4 કે Samsung Galaxy Note 8 પર ઉપલબ્ધ નથી.
ફિંગરપ્રિન્ટ લૉક વાપરવા, તમારે તેને ફોનના સેટિંગમાં જઈને ચાલુ કરવું પડશે.
ઍપ લૉક હોય તો પણ તમે કૉલનો જવાબ આપી શકો છો.