તમારે જે વ્યક્તિ સાથે સંપર્ક તોડવો છે તેને શોધો અથવા પસંદ કરો.
કોઈની સાથે સંપર્ક તોડવાની બે વૈકલ્પિક રીતો:
જેની સાથે સંપર્ક તોડવો છે તેની ચેટ ખોલો, પછી વધુ વિકલ્પો > વધુ > સંપર્ક તોડો > સંપર્ક તોડો અથવા જાણ કરી સંપર્ક તોડો પર દબાવો, આનાથી તે નંબરની જાણ કરી સંપર્ક તોડવામાં આવશે.
જેની સાથે સંપર્ક તોડવો છે તેની ચેટ ખોલો, પછી તે સંપર્કના નામ પર દબાવીને > સંપર્ક તોડો > સંપર્ક તોડો પર દબાવો.
અજાણ્યા ફોન નંબર સાથે સંપર્ક તોડવા માટે
અજાણ્યા ફોન નંબર સાથેની WhatsApp ચેટ ખોલો.
સંપર્ક તોડો પર દબાવો.
સંપર્ક તોડો અથવા જાણ કરી સંપર્ક તોડો પર દબાવો, આનાથી તે નંબરની જાણ કરી સંપર્ક તોડવામાં આવશે.
નોંધ:
સંપર્ક તોડેલા નંબર પરથી મોકલેલા મેસેજ, કૉલ અને સ્ટેટસ અપડેટ તમને ફોન પર દેખાશે નહિ અને ક્યારેય તમને મોકલવામાં નહિ આવે.
તમે ક્યારે છેલ્લે જોયું, ઓનલાઇન છો કે નહિ અને તમારા પ્રોફાઇલ ફોટોમાં કરેલા બદલાવ, આ બધું તમે જે નંબર સાથે સંપર્ક તોડ્યો છે એ હવે જોઈ શકશે નહિ.
કોઈ પણ સાથે સંપર્ક તોડવાથી એ તમારા સંપર્ક લિસ્ટમાંથી દૂર નહિ થાય, અને તમે પણ તેમના સંપર્ક લિસ્ટમાંથી દૂર નહિ થાઓ. સંપર્કને ડિલીટ કરવા માટે, તમારે એ સંપર્કને તમારા ફોનની એડ્રેસ બુકમાંથી ડિલીટ કરવો પડશે.
જો તમને એ વિશે ચિંતા હોય કે તમે જેની સાથે સંપર્ક તોડ્યો છે એ વ્યક્તિને એની જાણ થઈ જશે, તો કૃપા કરીને અમારો આ લેખ વાંચો.
તમારે જેની સાથે સંપર્ક જોડવો હોય તે નંબર પર દબાવો.
{સંપર્ક} સાથે સંપર્ક જોડો પર દબાવો. તમે અને આ સંપર્ક હવે એકબીજાને મેસેજ અને કૉલ કરી શકશો તથા એકબીજાની સ્ટેટસ અપડેટ પણ મેળવી શકશો.
વૈકલ્પિક રીતે, તમે જેની સાથે સંપર્ક તોડ્યો છે તે સંપર્કને શોધો > તેના પર દબાવીને પકડી રાખો > પછી, {સંપર્ક} સાથે સંપર્ક જોડો પર દબાવો.
નોંધ:
જો તમે કોઈ સાથે સંપર્ક જોડો છો, તો તમે તેમની સાથે સંપર્ક તોડ્યો હતો એ સમય દરમિયાનના કોઈ પણ કૉલ, મેસેજ કે સ્ટેટસ અપડેટ મેળવી શકશો નહિ.
તમારા ફોનની એડ્રેસ બુકમાં પહેલાં સેવ ન હતા તેવા કોઈ સંપર્ક કે ફોન નંબર સાથે જો તમે સંપર્ક જોડો છો, તો તમારા ડિવાઇસમાં આવા સંપર્ક કે ફોન નંબરને પાછો મેળવી શકાશે નહિ.
સંબંધિત લેખો:
iPhone | KaiOS પર સંપર્ક તોડવા અને સંપર્ક જોડવા વિશે