WhatsApp પર મળતી કેટલીક સુવિધાઓને તમારા Android ફોનની માહિતી કે ઍપ્લિકેશન માટે પરવાનગીની જરૂર પડે છે. તેથી જ્યારે તમે પહેલી વાર એવી સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારી સ્ક્રીન પર તમને એ માટે પરવાનગી લેવા પૂછવામાં આવશે. WhatsAppની પરવાનગીઓ બંધ કરવાથી બની શકે કે અમુક સુવિધાઓ કામ ન કરે.
જો તમે પહેલેથી WhatsApp ઇન્સ્ટોલ કર્યું હોય, તો તમે તમારા ફોનના સેટિંગમાં જઈને ઍપ દ્વારા ઉપયોગમાં લેવાતી પરવાનગીઓને નિયંત્રિત કરી શકો છો. તમારા ફોનના સેટિંગ ખોલો, પછી ઍપ અને નોટિફિકેશન > WhatsApp > પરવાનગીઓ પર દબાવો.
અમે કેવી રીતે ડેટા ભેગો કરીએ છીએ અને એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ વિશે જાણવા અમારી પ્રાઇવસી પોલિસી તપાસો.