વોઇસ મેસેજ કેવી રીતે પ્લે કરવા
WhatsApp પર મળેલા વોઇસ મેસેજ આપમેળે ડાઉનલોડ થઈ જાય છે.
તમે મેળવેલા વોઇસ મેસેજ પર તમને:
- તમે પ્લે ન કર્યા હોય તેવા વોઇસ મેસેજ પર લીલા રંગનું માઇક્રોફોન
દેખાશે. - તમે પહેલાં જ પ્લે કરી લીધેલા વોઇસ મેસેજ પર વાદળી રંગનું માઇક્રોફોન
દેખાશે.
વોઇસ મેસેજ પ્લે કરવા માટે
- તમે મોકલેલા અથવા મેળવેલા વોઇસ મેસેજને સાંભળવા માટે પ્લે કરો
પર દબાવો. - મેસેજને સાંભળો.
- તમારા ફોનના ઇયર સ્પીકર મારફતે: તમારા ફોનના સ્પીકરમાં મેસેજ પ્લે કરવા માટે ફોનને તમારા કાનની પાસે પકડી રાખો.
- સ્પીકરફોન પર: સ્પીકર ફોન પર મેસેજ પ્લે કરવા માટે ફોનને તમારા માથાથી દૂર પકડી રાખો.
- તમારા હેડફોન મારફતે: તમારો હેડફોન કનેક્ટ કરશો એટલે વોઇસ મેસેજ તેના પર પ્લે થશે.
- મેસેજ પ્લે થઈ રહ્યો હોય તે વખતે, ઝડપને 1.5x અથવા 2x સુધી વધારવા માટે તમે 1x નિશાની પર દબાવી શકો છો.
- તમે વેવફોર્મ પર આપેલા ડોટને દબાવી રાખી શકો છો અને તેને તમે જે મેસેજથી પ્લે કરવાનું શરૂ કરવા માગતા હોય તેના ટાઇમસ્ટેમ્પ સુધી ખેંચી પણ શકો છો.
- જો તમે WhatsAppમાં અન્ય ચેટ કે ગ્રૂપમાં નેવિગેટ કરો તો પણ વોઇસ મેસેજ ચાલુ રહેશે.
- જ્યારે તમે વોઇસ મેસેજ પ્લે કરો છો અને ચેટ છોડો છો, ત્યારે તમારી સ્ક્રીનની સૌથી ઉપર એક મિની પ્લેયર દેખાશે.
- તમે વોઇસ મેસેજને થોભાવી શકો છો, પ્લે કરી શકો છો અને બંધ કરી શકો છો અથવા મૂળ ચેટ પર પાછા નેવિગેટ કરી શકો છો.