તમારા WhatsApp Messenger એકાઉન્ટને WhatsApp Business પર કેવી રીતે ખસેડવું
WhatsApp Messenger પરથી WhatsApp Business પર જવાની પ્રક્રિયા ઝડપી, સરળ અને ભરોસાપાત્ર છે. અમારી ભલામણ છે કે ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરો તે પહેલાં તમે તમારા એકાઉન્ટનો એક લોકલ કે Google ડ્રાઇવ બેકઅપ બનાવો. આ લેખમાં બેકઅપ કેવી રીતે બનાવવો તે શીખો.
- WhatsApp Messengerને અપડેટ કરો અને Google Play સ્ટોર પરથી WhatsApp Business ડાઉનલોડ કરો.
- WhatsApp Business ખોલો.
- નોંધ: એકાઉન્ટ ટ્રાન્સફર થવાની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી WhatsApp Businessને ખુલ્લું અને તમારો ફોન ચાલુ રાખો.
- WhatsApp Businessની સેવાની શરતો વાંચો. શરતો સ્વીકારવા માટે સ્વીકારો અને આગળ વધો પર દબાવો.
- WhatsApp Business આપમેળે જ WhatsApp Messenger પર તમે જે નંબર વાપરો છો તે ઓળખી લેશે. આગળ વધવા માટે, તમારા બિઝનેસના નંબર સાથેનો વિકલ્પ દબાવો.
- જે નંબર દેખાય એ જો તમારે વાપરવો ન હોય, તો બીજો નંબર વાપરો પર દબાવીને ખાતરીની સામાન્ય પ્રક્રિયા પૂરી કરો.
- WhatsApp Businessને તમારી જૂની ચેટ અને મીડિયામાં પ્રવેશની પરવાનગી આપવા આગળ વધો > પરવાનગી આપો પર દબાવો.
- તમારા નંબરની ખાતરી કરવા માટે SMS પર આવેલો 6 અંકોનો નંબર લખો.
- તમારી બિઝનેસ પ્રોફાઇલ બનાવો > આગળ પર દબાવો.
- એક વાર તમારું WhatsApp Business એકાઉન્ટ ચાલુ થઈ જાય એટલે તમે તમારી બિઝનેસ પ્રોફાઇલમાં ફેરફાર કરવાનું ચાલુ રાખી શકો છો.