WhatsApp QR કોડ કેવી રીતે સ્કેન કરવો
તમે WhatsApp QR કોડ સ્કેન કરીને કોઈ મિત્ર કે કુટુંબના સભ્યની સંપર્ક માહિતી WhatsAppમાં ઉમેરી શકો છો.
WhatsApp QR કોડ કેવી રીતે સ્કેન કરવો
તમારી જાતે સ્કેન કરો
- WhatsApp ખોલો, વધુ વિકલ્પો
> સેટિંગ પર દબાવો. - તમારા નામની બાજુમાં દેખાતા QR આઇકન પર દબાવો.
- કોડ સ્કેન કરો પર દબાવો.
- સ્કેન કરવા માટે QR કોડની સામે તમારું ડિવાઇસ રાખો.
- ઉમેરો પર દબાવો.
તમે WhatsApp કેમેરાથી પણ સ્કેન કરી શકો છો:
- WhatsApp ખોલો > કેમેરા
પર દબાવો. - સ્કેન કરવા માટે QR કોડની સામે તમારું ડિવાઇસ રાખો.
- ઉમેરો પર દબાવો.
ગેલેરીમાંથી સ્કેન કરો
- WhatsApp ખોલો, વધુ વિકલ્પો
> સેટિંગ પર દબાવો. - તમારા નામની બાજુમાં દેખાતા QR આઇકન પર દબાવો.
- કોડ સ્કેન કરો પર દબાવો.
- સ્ક્રીનની નીચે રહેલા ફોટો આઇકન પર દબાવો.
- તમારી ગેલરીમાંથી WhatsApp QR કોડ પસંદ કરો અથવા તમારા ફોટોમાંથી વધુ
> ફોટો પર દબાવો. - ઓકે પર દબાવો.
- ઉમેરો પર દબાવો.
નવી સંપર્ક સ્ક્રીનમાંથી સ્કેન કરો
- WhatsApp ખોલો > નવી ચેટ
પર દબાવો. - નવો સંપર્કની બાજુમાં QR પર દબાવો.
- કોડ સ્કેન કરો પર દબાવો.
- ઉમેરો પર દબાવો.
WhatsApp કેમેરામાંથી સ્કેન કરો
- WhatsApp ખોલો > કેમેરા
પર દબાવો. - સ્કેન કરવા માટે QR કોડ સાથેનો ફોટો પસંદ કરો.
- ઉમેરો પર દબાવો.
ચેટમાંથી જ સ્કેન કરો
- WhatsApp ખોલો અને કોઈ વ્યક્તિ કે ગ્રૂપ ચેટ પર જાઓ.
- કેમેરા આઇકન પર દબાવો.
- સ્કેન કરવા માટે QR કોડ સાથેનો ફોટો પસંદ કરો.
- ઉમેરો પર દબાવો.
સંબંધિત લેખો:
WhatsApp QR કોડ વિશે
કેવી રીતે તમારો WhatsApp QR કોડ જોવો
કેવી રીતે તમારો WhatsApp QR કોડ શેર કરવો
કેવી રીતે તમારો WhatsApp QR કોડ રિસેટ કરવો