મીડિયા કેવી રીતે મોકલવું
મીડિયા, ડોક્યુમેન્ટ, લોકેશન કે સંપર્કો શેર કરવા માટે
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- જોડો
પર દબાવો. પછી, આ મુજબ દબાવો:- ડોક્યુમેન્ટ તમારા ફોનમાંથી ડોક્યુમેન્ટ પસંદ કરવા માટે.
- કેમેરા તમારા કેમેરાથી ફોટો લેવા માટે.
- ગેલેરી તમારા ફોનમાં રહેલો ફોટો કે વીડિયો પસંદ કરવા માટે. એકથી વધુ ફોટા પસંદ કરવા માટે દબાવી રાખો.
- ઓડિયો તમારા ફોનમાં રહેલો ઓડિયો મોકલવા માટે.
- લોકેશન તમારું લોકેશન કે નજીકની કોઈ જગ્યા મોકલવા માટે.
- સંપર્ક તમારા ફોનની એડ્રેસ બુકમાં સેવ કરેલા કોઈ સંપર્કની માહિતી WhatsAppથી મોકલવા માટે.
- તમે ફોટા અને વીડિયોમાં શીર્ષક પણ ઉમેરી શકો છો. દરેક ફોટામાં શીર્ષક ઉમેરવા માટે ફોટા સરકાવો.
- મોકલો
પર દબાવો.
નોંધ: વધુમાં વધુ 100 MB સુધીનું ડોક્યુમેન્ટ મોકલવાની પરવાનગી છે. WhatsAppની અંદર ડોક્યુમેન્ટ મોકલવા માટે, એ ડોક્યુમેન્ટ તમારા ફોનમાં સેવ કરેલું હોવું જરૂરી છે. બીજી રીતે, ડોક્યુમેન્ટ સંભાળતી ઍપના શેર મેનૂમાં WhatsApp એક વિકલ્પ તરીકે દેખાશે. જ્યારે તમે કોઈ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરશો, ત્યારે તે આપમેળે તમારા WhatsAppના ડોક્યુમેન્ટના ફોલ્ડર: WhatsApp/Media/WhatsApp Documentsમાં સેવ થશે, જેને ફાઇલ એક્સ્પ્લોરર ઍપથી ખોલી શકાય છે.
મીડિયા, ડોક્યુમેન્ટ, લોકેશન કે સંપર્કો ફોરવર્ડ કરવા માટે
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- જે પ્રકારનો મેસેજ ફોરવર્ડ કરવો હોય તેને દબાવી રાખો. તમે એકથી વધુ મેસેજ પણ પસંદ કરી શકો છો.
- ફોરવર્ડ કરો
પર દબાવો. - જે ચેટમાં મેસેજ ફોરવર્ડ કરવો હોય એને પસંદ કરો.
- મોકલો
પર દબાવો.
જ્યારે તમે મીડિયા, ડોક્યુમેન્ટ, લોકેશન કે સંપર્કો ફોરવર્ડ કરો, ત્યારે તેને ફરીથી અપલોડ કરવાની જરૂર રહેતી નથી. કોઈ પણ ફોરવર્ડ કરેલા મેસેજ જે મૂળરૂપે તમારા દ્વારા મોકલાયેલા નહિ હોય એ “ફોરવર્ડ કરેલો” લેબલ બતાવશે.
નોંધ: મીડિયા સાથે શીર્ષક ફોરવર્ડ કરવામાં આવશે નહિ. તમે બ્રોડકાસ્ટ લિસ્ટમાં મેસેજ ફોરવર્ડ કરી શકશો નહિ.