તમારા ફોનની મેમરીમાં દરરોજ WhatsApp ચેટનો બેકઅપ આપમેળે લેવાય છે અને સેવ થાય છે. તમારાં સેટિંગનાં આધારે, તમે સમયાંતરે તમારી WhatsApp ચેટનો Google ડ્રાઇવ પર બેકઅપ લઈ શકો છો. જો તમે તમારા ફોનમાંથી WhatsApp અનઇન્સ્ટોલ કરવા માગતા હો, પણ કોઈ મેસેજ ગુમાવવો ન હોય, તો અનઇન્સ્ટોલ કરતા પહેલાં જાતે તમારી ચેટનો બેકઅપ લેવાની ખાતરી કરો.
WhatsApp પર જાઓ > પછી વધુ વિકલ્પો
તમે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાંથી જૂની ચેટની કોપિ એક્સપોર્ટ કરવા માટેે ‘ચેટ એક્સપોર્ટ કરો’ સુવિધા વાપરી શકો છો.
નોંધ: આ સુવિધા જર્મનીમાં ઉપલબ્ધ નથી.
એક ઇમેઇલ બનાવવામાં આવશે જેમાં તમારી જૂની ચેટ .txt ડોક્યુમેન્ટના સ્વરૂપે જોડેલી હશે.
નોંધ:
કેવી રીતે તમારી જૂની ચેટ પાછી મેળવવી
કેવી રીતે Google ડ્રાઇવ પર બેકઅપ લેવો