જો તમે Google ડ્રાઇવમાંથી બેકઅપ લીધા વગર જ WhatsApp ઇન્સ્ટૉલ કરો, તો WhatsApp તમારી લોકલ બેકઅપ ફાઇલમાંથી બેકઅપ આપમેળે પાછો મેળવશે.
લોકલ બેકઅપમાંથી ડેટા પાછો મેળવો
જો તમે લોકલ બેકઅપ વાપરવા માંગતા હો, તો તમારે કમ્પ્યૂટર, ફાઇલ એક્સ્પ્લોરર કે SD કાર્ડ વાપરીને નવા ફોનમાં ફાઇલો ટ્રાન્સફર કરવી પડશે.
નોંધ:
તમારો ફોન છેલ્લા સાત દિવસ સુધીની લોકલ બેકઅપ ફાઇલોને સાચવશે.
લોકલ બેકઅપ દરરોજ રાત્રે 2 વાગ્યે આપમેળે બની જશે અને ફાઇલના સ્વરૂપમાં તમારા ફોનમાં સેવ થશે.
જો તમારો ડેટા /sdcard/WhatsApp/ ફોલ્ડરમાં ન હોય, તો તમને તે "આંતરિક સંગ્રહ" કે "મુખ્ય સંગ્રહ" ફોલ્ડરોમાં દેખાઈ શકે છે.
થોડો જૂનો લોકલ બેકઅપ પાછો મેળવવા માટે
જો તમે થોડો જૂનો લોકલ બેકઅપ પાછો મેળવવા માગતા હો, તો તમારે નીચે જણાવ્યા પ્રમાણે કરવું પડશે:
ફાઇલ મેનેજર ઍપ ડાઉનલોડ કરો.
ફાઇલ મેનેજર ઍપમાં, sdcard/WhatsApp/Databases પર જાઓ. જો તમારો ડેટા SD કાર્ડ પર સાચવેલો નહિ હોય, તો તમને SD કાર્ડની જગ્યાએ "આંતરિક સંગ્રહ" કે "મુખ્ય સંગ્રહ" દેખાઈ શકે.
તમે જે બેકઅપ ફાઇલને પાછી લાવવા માગતા હો, તેનું નામ msgstore-YYYY-MM-DD.1.db.crypt12થી બદલીને msgstore.db.crypt12 રાખો. એવું બની શકે કે જૂનો બેકઅપ પહેલાંના પ્રોટોકોલ પર હોય, જેવા કે crypt9 કે crypt10. crypt એક્સટેન્શનનો નંબર બદલશો નહિ.