તમારા નોટિફિકેશનનું સંચાલન કેવી રીતે કરવું
નોટિફિકેશન પસંદગીઓ સરળતાથી તમારા WhatsApp સેટિંગમાં સંચાલિત કરી શકાય છે.
WhatsApp નોટિફિકેશન સેટિંગ બદલવા માટે
WhatsApp ખોલો > વધુ વિકલ્પો
નીચેના વિકલ્પોમાંથી પસંદ કરીને તમે મેસેજ, ગ્રૂપ અને કૉલનાં નોટિફિકેશન બદલી શકો છો:
- વાતચીત દરમિયાન આવતા કે જતા મેસેજ માટે ટોન ચાલુ કે બંધ રાખવી.
- નોટિફિકેશનની ટોન કે રિંગટોન.
- વાઇબ્રેશનનો સમયગાળો.
- Android 9 અને તેનાં જૂના વર્ઝન પર પોપઅપ નોટિફિકેશન જોવા છે કે નહિ. આ સુવિધા ચાલુ કરવાથી નોટિફિકેશન તમારી સ્ક્રીનની વચ્ચે દેખાશે.
- સપોર્ટ ધરાવતા ફોન પર નોટિફિકેશનની લાઇટનો રંગ.
- Android 5 અને તેનાં પછીનાં વર્ઝન પર વધુ પ્રાથમિકતાવાળા નોટિફિકેશન વાપરવા કે નહિ. આ સુવિધાથી તમારી સ્ક્રીનની સૌથી ઉપર નોટિફિકેશનનો પ્રિવ્યૂ દેખાશે અને આને તમે ઉપર દેખાતાં (પીકિંગ) નોટિફિકેશન બંધ કરવા માટે વાપરી શકો છો.
નોંધ: વધુ પ્રાથમિકતાવાળા નોટિફિકેશન બંધ કરવાથી તમારી સ્ક્રીન પર WhatsApp નોટિફિકેશન વધુ નીચે દેખાશે.
તમારાં નોટિફિકેશન સેટિંગ ફરી સેટ કરવા, સેટિંગ > નોટિફિકેશન પર દબાવીને > વધુ વિકલ્પો
નોટિફિકેશનને મનગમતાં બનાવવા માટે
તમે ટોન, વાઇબ્રેશન, પોપઅપ અને લાઇટ માટેના અલગઅલગ વિકલ્પો પસંદ કરીને મનગમતાં નોટિફિકેશન બનાવી શકો છો:
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- વ્યક્તિગત કે ગ્રૂપ ચેટના નામ પર દબાવો.
- મનગમતાં નોટિફિકેશન પર દબાવો > મનગમતાં નોટિફિકેશન વાપરો પર ખરું કરો.
નોંધ: ગ્રૂપ કૉલ મૂળ રિંગટોન વાપરે છે. આ રિંગટોન મનગમતી બનાવી શકાતી નથી.
નોટિફિકેશન બંધ કરવા માટે
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- વ્યક્તિગત કે ગ્રૂપ ચેટના નામ પર દબાવો.
- નોટિફિકેશન બંધ કરો પર દબાવો.
- જેટલા સમય સુધી નોટિફિકેશન બંધ કરવાં હોય તેટલો સમયગાળો પસંદ કરો અને ઓકે પર દબાવો.
બીજી રીતે, નોટિફિકેશન દેખાતાં બંધ કરવા માટે નોટિફિકેશન બતાવો પરથી ખરાની નિશાની કાઢો.
સંબંધિત લેખો:
iPhone | વેબ અને ડેસ્કટોપ | KaiOS પર નોટિફિકેશન બંધ કે ચાલુ કેવી રીતે કરવા