ફોરવર્ડ કરવાની સુવિધા તમને એક વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાંથી બીજી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં મેસેજ ફોરવર્ડ કરવાની સગવડ આપે છે. ફોરવર્ડ કરેલા મેસેજને “ફોરવર્ડ કરેલો મેસેજ” લેબલથી દર્શાવવામાં આવે છે, જે તમને જાણવામાં મદદ કરે છે કે મોકલેલો મેસેજ તમારા મિત્ર કે સંબંધીએ જાતે લખ્યો હતો કે એ મેસેજ અસલમાં કોઈ બીજાએ બનાવ્યો હતો.
તમે એક સમયે વધુમાં વધુ પાંચ ચેટ સાથે મેસેજને ફોરવર્ડ કરી શકો છો. જ્યારે કોઈ મેસેજ ઘણી બધી વખત ફોરવર્ડ કરેલો હોય, ત્યારે તેને એક સમયે ફક્ત એક જ ચેટ પર ફોરવર્ડ કરી શકાય છે.
મેસેજ ફોરવર્ડ કરવા માટે
કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં, તમે ફોરવર્ડ કરવા માગતા હો એ મેસેજ પર દબાવી રાખો.
એકસાથે વધારે મેસેજ ફોરવર્ડ કરવા માટે, પહેલો મેસેજ પસંદ કર્યા પછી તમે બીજા વધારે મેસેજ પણ પસંદ કરી શકો છો.
ફોરવર્ડ કરો પર દબાવો.
જેમાં મેસેજ ફોરવર્ડ કરવો હોય તેવી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ શોધો અથવા પસંદ કરો.
મોકલો પર દબાવો.
નોંધ:
તમે મીડિયા, લોકેશન અથવા સંપર્કો પણ ફોરવર્ડ કરી શકો છો, જેથી તમારે એને ફરીથી અપલોડ કરવા નહિ પડે.
તમે જે મેસેજ મોકલો છો એ જો તમે બનાવ્યા ન હોય, તો એ મેસેજ પર “ફોરવર્ડ કરેલો મેસેજ”નું લેબલ તમને અને એ મેસેજ મેળવનાર કોઈ પણ વ્યક્તિને દેખાશે.