ગ્રૂપ કેવી રીતે બનાવવું અને એમાં આમંત્રણ કઈ રીતે આપવું
તમે વધુમાં વધુ 256 જેટલા સભ્યો સાથે WhatsApp ગ્રૂપ બનાવી શકો છો.
ગ્રૂપ બનાવવા માટે
- WhatsApp ખોલો > વધુ વિકલ્પો
> નવું ગ્રૂપ પર દબાવો.- બીજી રીતે, નવી ચેટ
> નવું ગ્રૂપ પર દબાવો.
- બીજી રીતે, નવી ચેટ
- ગ્રૂપમાં ઉમેરવા માટે સંપર્કો શોધો અથવા પસંદ કરો. પછી, લીલા તીરની નિશાની પર દબાવો.
- ગ્રૂપનું નામ લખો. આ ગ્રૂપનું નામ હશે, જેને બધા સભ્યો જોઈ શકશે.
- નામની મર્યાદા 25 અક્ષરોની છે.
- તમારા નામમાં ઇમોજી ઉમેરવા માટે તમે ઇમોજી
પર દબાવી શકો છો. - તમે કેમેરા પર દબાવીને ગ્રૂપનો ફોટો ઉમેરી શકો છો. કોઈ ફોટો ઉમેરવા માટે તમે તમારા કેમેરા અને ગેલેરીનો ઉપયોગ કરી શકો છો અથવા તો વેબ પર શોધો પસંદ કરી શકો છો. સેટ થઈ જવા પર, આ ફોટો તમારી ચેટ ટેબમાં તે ગ્રૂપની બાજુમાં દેખાશે.
- તમે પૂરું કરી લો એ પછી લીલા રંગની ખરાંની નિશાની પર દબાવો.
લિંક મોકલીને ગ્રૂપમાં આમંત્રિત કરવા માટે
જો તમે ગ્રૂપ એડમિન હો, તો તમે લોકો સાથે માત્ર એક લિંક શેર કરીને તેઓને ગ્રૂપમાં આમંત્રિત કરી શકો છો. અગાઉ આપેલા આમંત્રણની લિંકને અમાન્ય કરવા અને નવી લિંક બનાવવા માટે એડમિન કોઈ પણ સમયે લિંક રિસેટ કરી શકે છે.
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપ પર દબાવી રાખો. પછી વધુ વિકલ્પો
> ગ્રૂપની માહિતી પર દબાવો.
- બીજી રીતે, ચેટ ટેબમાં તે ગ્રૂપ પર દબાવી રાખો. પછી વધુ વિકલ્પો
- લિંકથી ગ્રૂપમાં આમંત્રિત કરો પર દબાવો.
- WhatsAppથી લિંક મોકલો, લિંક કોપિ કરો, બીજી ઍપથી લિંક શેર કરો અથવા QR કોડ પસંદ કરો.
- જો WhatsAppથી મોકલી રહ્યા હો, તો સંપર્કો શોધો અથવા પસંદ કરો, પછી મોકલો
પર દબાવો. - લિંક રિસેટ કરવા માટે, લિંક રિસેટ કરો > લિંક રિસેટ કરો પર દબાવો.
- જો WhatsAppથી મોકલી રહ્યા હો, તો સંપર્કો શોધો અથવા પસંદ કરો, પછી મોકલો
નોંધ:
- જે પણ WhatsApp વપરાશકર્તા સાથે તમે આમંત્રણ લિંક શેર કરશો તે ગ્રૂપમાં જોડાઈ શકે છે, તેથી આ સુવિધાનો માત્ર ભરોસાપાત્ર લોકો માટે ઉપયોગ કરો. એ લિંક કોઈ વ્યક્તિ બીજા લોકોને ફોરવર્ડ કરી શકે છે, જે પછી ગ્રૂપ એડમિનની વધુ મંજૂરી વગર ગ્રૂપમાં જોડાઈ શકે છે.
- અમે આવતા મહિનાઓમાં ધીમે ધીમે ગ્રૂપના કદમાં વધારો કરી રહ્યા છીએ અને આ સુવિધાને એક્સેસ કરવામાં વિલંબ થઈ શકે છે.