Google ડ્રાઇવ બેકઅપનો ઉપયોગ કરવા, તમારી પાસે:
- તમારા ફોન પર એક્ટિવ કરેલું Google એકાઉન્ટ હોવું જોઈએ.
- તમારા ફોન પર Google Play સેવાઓ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. આનો ઉપયોગ Google ઍપ અને Google Play સ્ટોર પરની ઍપનેે અપડેટ કરવા માટે કરવામાં આવે છે.
- બેકઅપ બનાવવા માટે તમારા ફોન પર પૂરતી ખાલી જગ્યા હોવી જોઈએ.
- સારી ગુણવત્તાવાળું અને સ્થાયી ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ.
Google ડ્રાઇવ બેકઅપનું સેટઅપ કરવા માટે
- WhatsApp ખોલો.
- વધુ વિકલ્પો
> સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > Google ડ્રાઇવ પર બેકઅપ લો પર દબાવો. - ક્યારેય નહિ સિવાય બેકઅપ લેવાનો બીજો કોઈ સમયગાળો પસંદ કરો.
- તમારી જૂની ચેટનો જેના પર બેકઅપ લેવો છે તે Google એકાઉન્ટ પસંદ કરો.
- જો તમે Google એકાઉન્ટ કનેક્ટ ન કર્યું હોય, તો પૂછવામાં આવે ત્યારે એકાઉન્ટ ઉમેરો પર દબાવો અને તમારી લોગ ઇનની વિગતો ભરો.
- તમારે કયા નેટવર્ક પર બેકઅપ લેવો છે તે પસંદ કરવા બેકઅપ લેવા શું વાપરીએ પર દબાવો.
નોંધ: એ વાતની નોંધ લો કે મોબાઇલ ડેટા પર બેકઅપ લેવાથી તમને વધારાનો ચાર્જ લાગી શકે છે.
Google ડ્રાઇવ પર જાતે બેકઅપ લો
તમે કોઈ પણ સમયે Google ડ્રાઇવ પર તમારી ચેટનો બેકઅપ જાતે લેવાનું પણ પસંદ કરી શકો છો.
- WhatsApp ખોલો.
- વધુ વિકલ્પો
> સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > બેકઅપ લો પર દબાવો.
Google ડ્રાઇવ પર બેકઅપ માટેના તમારાં સેટિંગ ગોઠવવાં
Google ડ્રાઇવ પર લેવાતા તમારા બેકઅપના સમયગાળામાં ફેરફાર કરવા માટે
- WhatsApp ખોલો.
- વધુ વિકલ્પો
> સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > Google ડ્રાઇવ પર બેકઅપ લો પર દબાવો. - બેકઅપનો સમયગાળો પસંદ કરો.
તમે બેકઅપ માટે વાપરવા માંગતા હો તે એકાઉન્ટ બદલવા માટે
- WhatsApp ખોલો.
- વધુ વિકલ્પો
> સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > એકાઉન્ટ પર દબાવો. - તમારી જૂની ચેટનો જેના પર બેકઅપ લેવો છે તે Google એકાઉન્ટ પસંદ કરો.
નોંધ: જો તમે તમારું Google એકાઉન્ટ બદલો, તો તમે તે એકાઉન્ટ પર સેવ કરેલો કોઈ પણ બેકઅપ ગુમાવી દેશો.
તમે બેકઅપ લેવા માટે વાપરવા માંગતા હો એ નેટવર્કનો પ્રકાર બદલવા માટે
- WhatsApp ખોલો.
- વધુ વિકલ્પો
> સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > બેકઅપ લેવા શું વાપરીએ પર દબાવો. - તમે બેકઅપ લેવા માટે વાપરવા માંગતા હો એ નેટવર્કનો પ્રકાર પસંદ કરો.
સંબંધિત લેખો: