તમે જે ગ્રૂપના સભ્ય હો એ ગ્રૂપમાં સભ્યો ઉમેરવા કે દૂર કરવા, તમે એ ગ્રૂપના એડમિન હો એ જરૂરી છે. ગ્રૂપમાં 256 સભ્યો હોઈ શકે છે.
સભ્યો કેવી રીતે ઉમેરવા
સભ્યો ઉમેરવા માટે:
- જેમાં સભ્ય ઉમેરવા હોય તે WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના વિષય પર દબાવો.
- વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં જે ગ્રૂપમાં સભ્ય ઉમેરવા હોય તેના પર દબાવી રાખો. પછી વધુ વિકલ્પો
> ગ્રૂપની માહિતી પર દબાવો.
- સભ્યો ઉમેરો
પર દબાવો. - ગ્રૂપમાં ઉમેરવા માટે સંપર્કો શોધો અથવા પસંદ કરો.
- થઈ જાય એટલે લીલી ખારાની નિશાનીને
દબાવો.
સભ્યો કેવી રીતે દૂર કરવા
કોઈ સભ્યને દૂર કરવા માટે:
- જેમાંથી સભ્ય દૂર કરવા હોય તે WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના વિષય પર દબાવો.
- વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં જે ગ્રૂપમાંથી સભ્ય દૂર કરવા હોય તેના પર દબાવી રાખો. પછી વધુ વિકલ્પો
> ગ્રૂપની માહિતી પર દબાવો.
- જેને દૂર કરવા હોય એ સભ્યના નામ પર દબાવો.
- {સભ્ય}ને દૂર કરો > ઓકે પર દબાવો.