મૂળ સેટિંગ પ્રમાણે, WhatsApp તમને તમારા નવા ફોટા જલદીથી બતાવવા માટે, તમારું મોબાઇલ ઇન્ટરનેટ વાપરીને ફોટાને આપમેળેે ડાઉનલોડ કરી દેશે.
આપમેળે ફોટો, વીડિયો અથવા ઓડિયો ડાઉનલોડ થાય તે સેટ કરવા, બસ WhatsApp પર જાઓ > વધુ વિકલ્પો
અહીં તમે WhatsApp ક્યારે આપમેળે મીડિયા ડાઉનલોડ કરશે તે પસંદ કરી શકો છો.
નોંધ: કોરોના વાઇરસ (COVID-19)ની વૈશ્વિક મહામારી દરમિયાન મોબાઇલ નેટવર્ક પર વધનારા સંભવિત ટ્રાફિકને પહોંચી વળવા માટે WhatsApp બીજી સેવાઓ સાથે જોડાઈ રહી છે. મોબાઇલ નેટવર્કમાં આવતી સમસ્યાને ઓછી કરવા માટે અમે અમુક ચૂંટેલાં ક્ષેત્રોમાં ડોક્યુમેન્ટ, વીડિયો અને ઓડિયો મેસેજ માટે આપમેળે ડાઉનલોડ થવાની સુવિધા બંધ કરી દીધી છે.
જ્યારે તમે મોબાઇલના ઇન્ટરનેટથી જોડાયેલા હશો ત્યારે પસંદ કરેલાં મીડિયા આપમેળે ડાઉનલોડ થઈ જશે.
જ્યારે તમે વાઇ-ફાઇથી જોડાયેલા હશો ત્યારે પસંદ કરેલાં મીડિયા આપમેળે ડાઉનલોડ થઈ જશે.
રોમિંગ દરમિયાન પસંદ કરેલાં મીડિયા આપમેળે ડાઉનલોડ થઈ જશે.
નોંધ: રોમિંગ દરમિયાન આપમેળે ડાઉનલોડ થવાનું ચાલુ રાખવાથી, તમારા મોબાઇલ ઓપરેટર તરફથી તમને વધારાનો ચાર્જ લાગી શકે છે, કેમ કે રોમિંગ ડેટા મોટેભાગે મોંઘો હોય છે.
તમારી ગેલેરીમાં આપમેળે ડાઉનલોડ થયેલાં મીડિયા દેખાશે. જો તમે ચાહતા હો કે તમામ WhatsApp મીડિયા તમારી ગેલેરીમાં ન દેખાય, તો તમારા WhatsApp ઇમેજ, ઓડિયો અને વીડિયો ફોલ્ડરમાં એક .nomedia ફાઇલ અથવા ફોલ્ડર બનાવો. તમે આવું Google Play સ્ટોરમાંથી કોઈ ફાઇલ એક્સપ્લોરર વાપરીને કરી શકો છો. જો પાછળથી તમારો વિચાર બદલાય, તો તમે બસ .nomedia ફાઇલ ડિલીટ કરી શકો છો અને આમ કરવાથી WhatsApp મીડિયા ફરી તમારી ગેલેરીમાં દેખાશે.
iPhone પર આપમેળે ડાઉનલોડ થવાની સુવિધા કેવી રીતે સેટ કરવી