કાર્ટ વાપરીને ઓર્ડર કેવી રીતે કરવો
જ્યારે તમે WhatsApp પર કોઈ બિઝનેસનું કેટલોગ જોઈ રહ્યા હો, ત્યારે તમે વાતચીત શરૂ કરવા માટે બિઝનેસને મેસેજ કરો સુવિધા વાપરી શકો છો અથવા તો તમે જે પ્રોડક્ટ જોઈ રહ્યા છો તેને ઓર્ડર કરવા માટે તૈયાર હો, તો કાર્ટમાં ઉમેરો બટન વાપરી શકો છો.
કાર્ટમાં પ્રોડક્ટ ઉમેરવા માટે
- WhatsApp ખોલો.
- તમારી ચેટ પર કે તમે જે બિઝનેસ પાસેથી ઓર્ડર કરવા માગતા હો તેમની બિઝનેસ પ્રોફાઇલ પર જાઓ.
- તેમના કેટલોગમાં પ્રવેશ મેળવવા માટે તેમના નામની બાજુમાં દર્શાવેલા શોપિંગ બટન આઇકન
પર દબાવો. - કેટલોગ ખુલે એટલે તમારે ઓર્ડર કરવી હોય તે પ્રોડક્ટ જુઓ.
- તમને ગમતી પ્રોડક્ટ પર દબાવો.
- જો તમે તેને ઓર્ડર કરવા માગતા હો, તો પ્રોડક્ટ પર કાર્ટમાં ઉમેરો પર દબાવો.
- વૈકલ્પિક રીતે, બિઝનેસને મેસેજ કરો પર દબાવીને પણ તમે જો પ્રોડક્ટને લગતો કોઈ ખાસ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.
તમારા કાર્ટમાં ફેરફાર કરવા માટે
- તમારા કાર્ટમાં ઉમેરેલી બધી વસ્તુઓ જોવા માટે કાર્ટ જુઓ પર દબાવો.
- જો તમારે કેટલોગમાં પાછા જઈને બીજી વધુ પ્રોડક્ટ ઉમેરવાનું ચાલુ રાખવું હોય તો વધુ ઉમેરો પર દબાવો.
- તમારા કાર્ટમાં ઉમેરેલી દરેક વસ્તુની સંખ્યામાં પણ તમે ફેરફાર કરી શકો છો.
ઓર્ડર કરવા માટે
- તમે તમારું કાર્ટ સફળતાપૂર્વક અપડેટ કરી લો પછી તેને વેચનારને WhatsApp મેસેજ તરીકે મોકલી શકો છો.
- મોકલાઈ જાય એટલે તમે વેચનાર સાથેની તમારી ચેટમાં મોકલેલું કાર્ટ જુઓ બટન પર દબાવીને તમારા ઓર્ડરની વિગતો જોઈ શકો છો.
જો તમે વેચનારના કેટલોગમાં રહેલી એકથી વધુ વસ્તુઓ માટે પૂછપરછ કરવા માગતા હો, તો તમે તે બધી વસ્તુઓને કાર્ટમાં ઉમેરીને એક મેસેજમાં જ તમારા પ્રશ્નો મોકલી શકો છો. વેચનાર મંજૂર કરે તે પહેલાં ઓર્ડર ફાઇનલ ગણાતો નથી.
તમારા કાર્ટમાં કેવી રીતે વસ્તુઓ ઉમેરવી એના વિશેની વધુ માહિતી મેળવવા માટે આ ઇન્ફોગ્રાફિક ડાઉનલોડ કરો.