તમારો ફોન નંબર કેવી રીતે બદલવો
નંબર બદલો સુવિધા તમને તમારા WhatsApp એકાઉન્ટ સાથે જોડાયેલા ફોન નંબરને તમારા જૂના કે નવા ફોન પર બદલવાની સગવડ આપે છે. તમારો ફોન નંબર બદલતા પહેલાં:
- ખાતરી કરો કે તમારો નવો ફોન નંબર SMS કે ફોન કૉલ મેળવી શકે છે અને તેના પર મોબાઇલ નેટવર્ક ચાલુ છે.
- ખાતરી કરો કે તમારો જૂનો ફોન નંબર અત્યારે WhatsAppમાં રજિસ્ટર થયેલો છે. તમે WhatsApp ખોલીને, પછી વધુ વિકલ્પો > સેટિંગ પર દબાવીને > તમારા પ્રોફાઇલ ફોટો પર દબાવીને તમારો રજિસ્ટર થયેલો ફોન નંબર જોઈ શકો છો.
એના એ જ ફોન પર ફોન નંબર બદલવા માટે
જો તમે તમારો જૂનો ફોન વાપરી રહ્યા હો અને તમારો ફોન નંબર બદલી રહ્યા હો, તો પહેલાં તમારા ફોનમાં નવા ફોન નંબરનું નવું સિમ કાર્ડ ભરાવો.
- WhatsApp ખોલો.
- વધુ વિકલ્પો
> સેટિંગ > એકાઉન્ટ > નંબર બદલો > આગળ પર દબાવો. - પહેલા ખાનામાં તમારો જૂનો ફોન નંબર લખો અને બીજા ખાનામાં તમારો નવો ફોન નંબર લખો, બન્ને સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય રીત મુજબ.
- આગળ પર દબાવો.
- જો તમે સંપર્કોને જાણ કરો ચાલુ કરો, તો તમે બધા સંપર્કો, હું જેમની સાથે ચેટ કરું છું તે સંપર્કો અથવા મરજી મુજબ... દ્વારા જાણ કરવાનું પસંદ કરી શકો. જો તમે મરજી મુજબ... પસંદ કરો, તો તમે જે સંપર્કોને જણાવવા માગતા હો, તેને તમારે શોધવા કે પસંદ કરવા પડશે, પછી ખરાની નિશાની
પર દબાવો. - તમે તમારા સંપર્કોને જણાવવાનું પસંદ કર્યું હોય કે નહિ તેને ધ્યાનમાં લીધા વગર, જ્યારે તમે તમારો ફોન નંબર બદલશો, ત્યારે તમારી ગ્રૂપ ચેટને આપમેળે જણાવવામાં આવશે.
- જો તમે સંપર્કોને જાણ કરો ચાલુ કરો, તો તમે બધા સંપર્કો, હું જેમની સાથે ચેટ કરું છું તે સંપર્કો અથવા મરજી મુજબ... દ્વારા જાણ કરવાનું પસંદ કરી શકો. જો તમે મરજી મુજબ... પસંદ કરો, તો તમે જે સંપર્કોને જણાવવા માગતા હો, તેને તમારે શોધવા કે પસંદ કરવા પડશે, પછી ખરાની નિશાની
- થઈ ગયું પર દબાવો.
- પછી તમને તમારો નવો ફોન નંબર રજિસ્ટર કરવાનું કહેવામાં આવશે. આ લેખમાંથી વધુ માહિતી મેળવો.
નવા ફોન પર ફોન નંબર બદલો
તમારી જૂની ચેટ ટ્રાન્સ્ફર કરવા માટે, તમારે તમારા જૂના ફોન પર Google ડ્રાઇવ અથવા કમ્પ્યૂટર બેકઅપ બનાવવાની જરૂર પડશે. આ કેમ કરવું તે વિશે આ લેખમાંથી શીખો. જો તમે Google ડ્રાઇવની મદદથી બેકઅપ નહિ બનાવો, તો તમારે જાતે તમારો બેકઅપ ટ્રાન્સફર કરવો પડશે, તે વિશે તમે આ લેખ પરથી શીખી શકો છો.
તમારા જૂના ફોન પર તમારો ફોન નંબર બદલ્યા પછી:
- તમારા નવા ફોન પર WhatsApp ઇન્સ્ટોલ કરો.
- તમારો નવો ફોન નંબર રજિસ્ટર કરો.
- તમારો બેકઅપ પાછો મેળવો.
સંબંધિત લેખો:
- ફોન નંબર બદલવા વિશે
- ફોન બદલવા વિશે
- iPhone પર તમારો ફોન નંબર કેવી રીતે બદલવો
- ફોન નંબર બદલી શકાતો નથી