ફોરવર્ડ આવેલા WhatsApp મેસેજની ખરાઈ માટે ઇન્ટરનેટ પર કેવી રીતે શોધવું

જો તમને એવો કોઈ મેસેજ આવે જે એકથી બીજા વપરાશકર્તાને ઘણી વાર ફોરવર્ડ કરાયો હોય, તો તમે WhatsApp ચેટમાંથી જ તે મેસેજના કોન્ટેન્ટ વિશે માહિતી મેળવવા ઇન્ટરનેટ પર શોધ ચાલુ કરી શકો છો. આવા મેસેજ પર બે તીરની નિશાની
બતાવવામાં આવે છે. આ સુવિધા હાલમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, ચિલી, કોલમ્બિયા, ડોમિનિકન રિપબ્લિક, ફ્રાંસ, જર્મની, આયર્લેન્ડ, ઇટલી, મેક્સિકો, નાઇજીરીયા, પેરુ, સ્પેન, યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલાના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.
નોંધ: જો તમે મેસેજનું કોન્ટેન્ટ વેબ પર શોધવાનું પસંદ કરો, તો આ સુવિધા તમને મેસેજનું કોન્ટેન્ટ WhatsApp સાથે શેર કર્યા વિના સીધું Google પર અપલોડ કરવા દેશે. Googleની સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી લાગુ પડશે.
  1. ફોરવર્ડ કરેલા મેસેજની બાજુમાં આવેલા શોધો
    પર દબાવો.
  2. વેબ પર શોધો પર દબાવો.
  3. શોધવાની સુવિધા તમને વેબ બ્રાઉઝર પર લઈ જશે. જ્યાં Google પર તેનાં પરિણામો બતાવવામાં આવશે.
સંબંધિત લેખ:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં