કીબોર્ડનો ઉપયોગ કરી શકતા નથી

કીબોર્ડના તમામ ભાગો iOS દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, એમાં બહુભાષી કીબોર્ડ, ઓટો-કરેક્શન, ચેક સ્પેલિંગ અને પૂર્વાનુમાનિત ટેક્સ્ટનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ iPhone પર 'સેટિંગ' > 'જનરલ' > 'કીબોર્ડ'માં જઈને ચાલુ કે બંધ કરી શકાય છે. કૃપા કરીને નોંધ લેશો કે જો આ સુવિધાઓ ચાલતી ન હોય, તો તકલીફ iOSમાં છે.
જો તમે બીજું કીબોર્ડ ઉમેર્યું હોય, તો તમે કીબોર્ડના નીચેના ખૂણામાં આવેલી પૃથ્વીની નિશાની પર દબાવીને તેમાં પ્રવેશ મેળવી શકો છો.
જો તમે ટાઇપ કરતી વખતે, કીબોર્ડ બદલતી વખતે અથવા ઇમોજી ઉમેરતી વખતે ધીમાશ અનુભવો, તો કૃપા કરીને iPhone 'સેટિંગ' > 'જનરલ' > 'રીસેટ' > 'રીસેટ કીબોર્ડ ડિક્શનરી' દ્વારા તમારી કીબોર્ડ ડિક્શનરી ફરી સેટ કરો.
તમારા iPhone પર કીબોર્ડ વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને Apple Support વેબસાઇટની મુલાકાત લો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં