iCloud પર બેકઅપ કેવી રીતે લેવો

iPhone
iCloud પર તમે WhatsAppની તમારી જૂની ચેટનો બેકઅપ લઈ શકો છો અને તેને પાછો પણ મેળવી શકો છો.
નોંધ:
  • WhatsAppની જૂની ચેટ અમારા સર્વર પર સચવાતી નથી.
  • તમે બેકઅપ લો છો તે મીડિયા અને મેસેજ WhatsAppના એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોતા નથી.
  • અમે તમારા માટે ડિલીટ કરેલા મેસેજ પાછા મેળવી શકતા નથી.
iCloud પર બેકઅપ
જાતે લેવાતો બેકઅપ
તમે કોઈ પણ સમયે તમારી ચેટનો જાતે બેકઅપ લઈ શકો છો.
WhatsApp સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > હમણાં બેકઅપ લો પર દબાવો.
આપમેળે લેવાતો બેકઅપ
તમે આપમેળે બેકઅપ પર દબાવીને બેકઅપ ક્યારે લેવો તે પસંદ કરીને આપમેળે અને નક્કી કરેલા સમય પર બેકઅપ લેવાનું ચાલુ કરી શકો છો.
આમ કરવાથી તમારી ચેટ અને મીડિયાનો તમારા iCloud એકાઉન્ટમાં બેકઅપ લેવાશે. તમે બેકઅપમાં વીડિયો ઉમેરવાનું કે બાકાત રાખવાનું પસંદ કરી શકો છો. તમારાં ઇન્ટરનેટ કનેક્શન અને બેકઅપના કદ મુજબ iCloud બેકઅપ પ્રક્રિયા થવામાં થોડો સમય લાગી શકે છે.
જરૂરિયાતો
  • તમે iCloudમાં પ્રવેશ માટે જે Apple ID વાપરો છો તેનાથી જ તમારે સાઇન ઇન થવું જરૂરી છે.
  • તમારી પાસે iOS 12 કે તેના પછીનું વર્ઝન હોવું અને iCloud Drive ચાલુ કરેલી હોય તે જરૂરી છે.
  • તમારા iCloud અને iPhone બન્ને પર પૂરતી જગ્યા ખાલી હોવી જરૂરી છે. તમારા બેકઅપના અસલ કદ કરતાં તમારા iCloud એકાઉન્ટ અને તમારા ફોનમાં ઓછામાં ઓછી 2.05 ગણી જગ્યા ખાલી હોવી જરૂરી છે.
જો તમને તમારા મોબાઇલ ડેટા વપરાશની ચિંતા હોય, તો અમારી સલાહ છે કે તમે તમારા iCloudને માત્ર વાઇ-ફાઇ પર જ બેકઅપ લેવા માટે માર્યાદિત કરો.
જૂના બેકઅપમાંથી ડેટા પાછો મેળવવા માટે
જો તમે iCloud કે iTunes વાપરીને પહેલાં તમારા iPhoneનો બેકઅપ લીધો હોય, તો તમે એ બેકઅપથી iPhone પર ડેટા પાછો મેળવીને તમારી WhatsApp ચેટ કદાચ પાછી મેળવી શકો. તમારા iPhone પર બેકઅપ લેવા અને પાછો મેળવવા વિશે વધુ જાણવા માટે Apple Supportની વેબસાઇટ પર જાઓ.
જૂની ચેટ એક્સપોર્ટ કરો
જો તમે કોઈ ચેટ સેવ કરવા માગતા હો, તો તમે પોતાને તમારી જૂની ચેટ ઇમેઇલ કરી શકો છો.
નોંધ: જો તમે જર્મનીમાં છો, તો તમે ચેટ એક્સ્પોર્ટ કરવાની સુવિધાનો ઉપયોગ કરો તેની પહેલાં તમારે WhatsAppને અપડેટ કરવું પડી શકે છે.
  1. તમે સેવ કરવા માગતા હો તેવી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
  2. સંપર્કના નામ કે ગ્રૂપના નામ પર દબાવો.
  3. ચેટ એક્સપોર્ટ કરો પર દબાવો.
  4. મીડિયા જોડીને કે મીડિયા વગર ચેટ ઇમેઇલ કરવી છે તે પસંદ કરો.
  5. Mail ઍપ ખોલો. વધારે વિકલ્પો માટે તમે વધુ પર પણ દબાવી શકો છો.
  6. તમારું ઇમેઇલ એડ્રેસ લખો અને મોકલો પર દબાવો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં