મેસેજ કેવી રીતે ફોરવર્ડ કરવા

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
Mac
કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં આવેલા મેસેજને બીજી વ્યક્તિ કે ગ્રૂપને ફોરવર્ડ કરવા માટે ફોરવર્ડ કરો સુવિધાનો ઉપયોગ કરો. ફોરવર્ડ કરેલા મેસેજને “ફોરવર્ડ કરેલો મેસેજ” લેબલથી દર્શાવવામાં આવે છે, જે તમને જાણવામાં મદદ કરે છે કે મોકલેલો મેસેજ તમારા મિત્ર કે સંબંધીએ જાતે લખ્યો હતો કે એ મેસેજ અસલમાં કોઈ બીજાએ બનાવ્યો હતો.
જ્યારે તમે કોઈ મેસેજ ફોરવર્ડ કરો, ત્યારે તમે તેને એક સમયે વધુમાં વધુ પાંચ ચેટ સાથે શેર કરી શકો છો. જો કોઈ મેસેજ પહેલેથી જ ફોરવર્ડ કરવામાં આવ્યો હોય, તો તમે તેને વધુમાં વધુ એક ગ્રૂપ ચેટ સહિત પાંચ ચેટને ફોરવર્ડ કરી શકો છો. જ્યારે કોઈ મેસેજ ઘણી બધી વખત ફોરવર્ડ કરેલો હોય, ત્યારે તેને એક સમયે ફક્ત એક જ ચેટ પર ફોરવર્ડ કરી શકાય છે.
મેસેજ ફોરવર્ડ કરવા માટે
  1. વ્યક્તિગત અથવા ગ્રૂપ ચેટમાં, તમે જે મેસેજને ફોરવર્ડ કરવા માગો છો તે પસંદ કરો.
  2. વિકલ્પો > ફોરવર્ડ કરો પર દબાવો.
  3. તમે જેને મેસેજ ફોરવર્ડ કરવા માગો છો તેવા સંપર્ક કે ગ્રૂપને શોધો અથવા પસંદ કરો > ઉમેરો.
  4. થઈ ગયું પર દબાવો.
નોંધ:
  • મીડિયા સાથે લખાણ ફોરવર્ડ કરવામાં આવશે નહિ.
  • તમે જે મેસેજ મોકલો છો એ જો તમે બનાવ્યા ન હોય, તો એ મેસેજ પર "ફોરવર્ડ કરેલો મેસેજ"નું લેબલ તમને અને એ મેસેજ મેળવનારી કોઈ પણ વ્યક્તિને દેખાશે.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં