બ્રોડકાસ્ટ લિસ્ટ કેવી રીતે વાપરવું

Android
iPhone
તમારા કેટલાક સંપર્કોને એકસાથે મેસેજ મોકલવા માટે બ્રોડકાસ્ટ લિસ્ટની સુવિધા વાપરો. બ્રોડકાસ્ટ લિસ્ટ એ સંપર્કોનાં સેવ કરેલાં લિસ્ટ છે જેમને તમે દરેક વખતે પસંદ કર્યા વિના વારંવાર મેસેજ મોકલી શકો છો.
બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવવા માટે
  1. ચેટ > બ્રોડકાસ્ટ લિસ્ટ > નવું લિસ્ટ પર દબાવો.
  2. તમે જે સંપર્કો ઉમેરવા માગતા હો તેને શોધો અને પસંદ કરો.
  3. બનાવો પર દબાવો.
મેસેજ મેળવનારાઓ તમારા બ્રોડકાસ્ટ લિસ્ટમાંથી તેમની ચેટ ટેબમાં સામાન્ય મેસેજ તરીકે મેસેજ મેળવે છે. તેમનો જવાબ પણ સામાન્ય મેસેજ તરીકે દેખાશે અને બ્રોડકાસ્ટ લિસ્ટના બીજા સંપર્કોને તે મોકલવામાં આવશે નહિ.
નોંધ: માત્ર જે લોકોએ તમને તેમના ફોનના સંપર્કમાં સેવ કર્યા છે, તેઓ જ તમારો બ્રોડકાસ્ટ મેસેજ મેળવશે. જો કોઈ વ્યક્તિને તમારા બ્રોડકાસ્ટ મેસેજ ન મળતા હોય, તો ખાતરી કરો કે તેમણે તેમના સંપર્કોમાં તમને ઉમેર્યા છે. બ્રોડકાસ્ટ લિસ્ટ એ એક મેસેજથી અનેક લોકો સાથે વાતચીત કરવાનું માધ્યમ છે. જો તમારી ઇચ્છા હોય કે તમારા મેસેજ મેળવનારાઓ ગ્રૂપની વાતચીતમાં ભાગ લે, તો તમારે બ્રોડકાસ્ટ લિસ્ટની જગ્યાએ ગ્રૂપ ચેટ બનાવવી જોઈએ.
બ્રોડકાસ્ટ લિસ્ટમાં ફેરફાર કરવા માટે
  1. તમારા બ્રોડકાસ્ટ લિસ્ટ ખોલો.
  2. તમે જે લિસ્ટમાં ફેરફાર કરવા માગતા હો, તેની બાજુમાં આવેલા "i" આઇકન પર દબાવો.
  3. લિસ્ટની માહિતી સ્ક્રીન પર, તમે:
    • તમારા બ્રોડકાસ્ટ લિસ્ટનું નામ બદલી શકો છો.
    • લિસ્ટમાં ફેરફાર કરો... પર દબાવીને લિસ્ટમાં મેસેજ મેળવનારાઓને ઉમેરી કે દૂર કરી શકો છો.
બ્રોડકાસ્ટ લિસ્ટ ડિલીટ કરવા માટે
  1. ચેટ > બ્રોડકાસ્ટ લિસ્ટ પર દબાવો.
  2. તમે જે બ્રોડકાસ્ટ લિસ્ટને ડિલીટ કરવા માગતા હો, તેને ડાબી બાજુએ સરકાવો.
  3. ડિલીટ કરો પર દબાવો.
વૈકલ્પિક રીતે, ફેરફાર કરો પર દબાવો, પછી તમે જે લિસ્ટ ડિલીટ કરવા માગો છો, તેની બાજુમાં "" આઇકન > ડિલીટ કરો પર દબાવો.
સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં