તમારી પ્રોફાઇલમાં ફેરફાર કેવી રીતે કરવો
Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
તમે WhatsApp સેટિંગમાંથી તમારો 'પ્રોફાઇલ ફોટો', 'નામ' અને 'તમારા વિશે'ની માહિતીમાં ફેરફાર કરી શકો છો.
તમારા પ્રોફાઇલ ફોટામાં ફેરફાર કરવા માટે
- WhatsApp સેટિંગ પર જાઓ.
- તમારા પ્રોફાઇલ ફોટો પર દબાવો.
- જો:
- તમારી પાસે પ્રોફાઇલ ફોટો નથી, તો: ફોટો ઉમેરો પર દબાવો. તમે ફોટો પાડી શકો છો અથવા ફોટો પસંદ કરી શકો છો અથવા અવતાર વાપરી શકો છો.
- તમારી પાસે પ્રોફાઇલ ફોટો નથી, તો: ફેરફાર કરો > ફેરફાર કરો પર દબાવો. તમે ફોટો ડિલીટ કરી શકો છો, અવતાર વાપરી શકો છો, ફોટો પાડી શકો છો અથવા ફોટો પસંદ કરી શકો છો.
તમારા પ્રોફાઇલના નામમાં ફેરફાર કરવા માટે
- WhatsApp સેટિંગ પર જાઓ.
- તમારા પ્રોફાઇલ ફોટો પર દબાવ્યા પછી તમારા નામ પર દબાવો.
- તમારું નામ લખો.
- નામ વધુમાં વધુ 25 અક્ષરોનું રાખી શકાશે.
- તમે પર દબાવીને ઇમોજી ઉમેરી શકો છો.
- થઈ ગયું પર દબાવો.
નોંધ: જે વપરાશકર્તાઓએ તમારી સંપર્ક માહિતી પોતાના ફોનના સંપર્કોમાં સેવ કરી નહિ હોય તેઓને ગ્રૂપમાં તમારી પ્રોફાઇલનું નામ દેખાય છે.
'તમારા વિશે'ની માહિતીમાં ફેરફાર કરવા માટે
- WhatsApp સેટિંગ પર જાઓ.
- તમારા પ્રોફાઇલ ફોટો પર દબાવો.
- તમારા વિશેના ખાના પર દબાવો.
- અથવા તમે આમ કરી શકો:
- પહેલેથી ભરેલો વિકલ્પ પસંદ કરો.
- 'તમારા વિશેની માહિતી'માં મનપસંદ ફેરફાર કરવા માટે અત્યારે આના પર સેટ છેની બાજુમાં દબાવો. 'તમારા વિશે'ની માહિતી વધુમાં વધુ 139 અક્ષરો સુધી રાખી શકાશે.
નોંધ:
- 'તમારા વિશે'ની માહિતી ખાલી રાખી શકાશે નહિ.
- તમારો પ્રોફાઇલ ફોટો કે 'તમારા વિશે'ની માહિતી કોણ જોઈ શકે તેનું સંચાલન કરવા તમે તમારા પ્રાઇવસી સેટિંગ બદલી શકો છો.
- જો તમે કોઈ નંબર સાથે સંપર્ક તોડો, તો એ વ્યક્તિ તમારો પ્રોફાઇલ ફોટો અને 'તમારા વિશે'ની માહિતી જોઈ શકશે નહિ.
સંબંધિત લેખો: