ગ્રૂપમાં સભ્યોને કેવી રીતે ઉમેરવા અને દૂર કરવા

Android
iOS
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
Mac
જો તમે ગ્રૂપ એડમિન હો, તો સભ્યોને ઉમેરી કે દૂર કરી શકો છો. એડમિન એ પણ નક્કી કરી શકે છે કે તેઓ WhatsApp વાપરતી કોઈ પણ વ્યક્તિ ગ્રૂપમાં જોડાઈ શકે તે માટે ગ્રૂપ ખુલ્લું રાખવા માગે છે કે જે નવા સભ્યો ગ્રૂપમાં જોડાવા માગતા હોય, તેના માટે એડમિનની પરવાનગી લેવાનું જરૂરી રાખવા માગે છે. એક ગ્રૂપમાં વધુમાં વધુ 1024 સભ્યો રાખી શકાય છે.
સભ્યો ઉમેરવા માટે
 1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
  • વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુએ સરકાવો. પછી વધુ > ગ્રૂપની માહિતી પર દબાવો.
 2. સભ્યો ઉમેરો અથવા લિંક મોકલીને ગ્રૂપમાં આમંત્રણ આપો પર દબાવો.
 3. ગ્રૂપમાં ઉમેરવા માટે સંપર્કો શોધો અથવા પસંદ કરો.
 4. ઉમેરો > ઉમેરો પર દબાવો.
 5. જો ગ્રૂપમાં નવા સભ્યોને મંજૂર કરોનો વિકલ્પ ચાલુ હશે અને તેમાં જોડાવા માટેની વિનંતીઓ બાકી હશે, તો એડમિન આ વિનંતીઓને રિવ્યૂ કરી શકે છે.
સભ્યોને દૂર કરો
 1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
  • વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુએ સરકાવો. પછી વધુ > ગ્રૂપની માહિતી પર દબાવો.
 2. જેને દૂર કરવા હોય એ સભ્યના નામ પર દબાવો.
 3. ગ્રૂપમાંથી દૂર કરો > દૂર કરો પર દબાવો.
નોંધ: જો તમે ગ્રૂપમાં ઘણા બધા સંપર્કો ઉમેર્યા હોય, તો તમારે ગ્રૂપમાં વધુ સંપર્કો ઉમેરવા માટે 24 કલાક રાહ જોવી પડી શકે છે.
સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં