કેટલોગ કેવી રીતે બનાવવું અને જાળવવું

Android
iPhone
વેબ અને ડેસ્કટોપ
તમારા ગ્રાહકોને તમારી લેટેસ્ટ ઓફરમાં સરળતાથી પ્રવેશ આપવા માટે, તમારા કેટલોગને અપડેટ કરેલું રાખો.
કોઈ પ્રોડક્ટ કે સેવા ઉમેરો
તમારા કેટલોગમાં કોઈ પ્રોડક્ટ કે સેવા ઉમેરવા માટે:
  1. તમારા ચેટ લિસ્ટમાં સૌથી ઉપર વધુ
    |
    > કેટલોગ પર ક્લિક કરો.
  2. નવી વસ્તુ ઉમેરો પર ક્લિક કરો.
  3. તમારી ફાઇલોમાંથી વધુમાં વધુ 10 ફોટા ઉમેરવા માટે ફોટા ઉમેરો પર ક્લિક કરો.
  4. નીચેની વૈકલ્પિક વિગતો સાથે પ્રોડક્ટ કે સેવાનું નામ લખો:
    • કિંમત
    • વર્ણન
    • વેબસાઇટની લિંક
    • પ્રોડક્ટ કે સેવાનો કોડ
  5. તમારા કેટલોગમાં પ્રોડક્ટ ઉમેરવા માટે કેટલોગમાં ઉમેરો પર ક્લિક કરો.
નોંધ: કેટલોગમાં અપલોડ કરેલો દરેક ફોટો રિવ્યૂને આધીન છે, જે ખાતરી કરે છે કે ફોટો, પ્રોડક્ટ કે સેવા WhatsApp કોમર્સ પોલિસી મુજબ છે.
એક વાર પ્રોડક્ટ કે સેવા મંજૂર થઈ જાય એટલે તે આપમેળે કેટલોગમાં ઉમેરાય જાય છે. જો કે, જો તે નામંજૂર થાય, તો ફોટાની બાજુમાં લાલ આઇકન દેખાશે.
જો તમને લાગે કે તમારી વસ્તુ ખોટી રીતે નામંજૂર કરવામાં આવી છે, તો તમે નિર્ણય સામે અપીલ કરી શકો છો:
  1. નામંજૂર કરેલી વસ્તુ પર ક્લિક કરો.
  2. બીજા રિવ્યૂની વિનંતી કરો પર ક્લિક કરો.
  3. વિનંતી માટે તમારું કારણ લખો.
  4. ચાલુ રાખો પર ક્લિક કરો.
  5. જો તમે WhatsAppની કોમર્સ પોલિસી રિવ્યૂ કરી હતી અને તમારી અપીલ નામંજૂર કરવામાં આવી હતી, તો અમને થર્ડ પાર્ટી રિવ્યૂ માટેની તમારી વિનંતીની સમજ આપતો જવાબ મોકલો.
ગ્રાહકોને કઈ પ્રોડક્ટ કે સેવાઓ દેખાઈ શકે તેને કંટ્રોલ કરો
કેટલોગની વસ્તુઓ છુપાવવા માટે
  1. WhatsApp Business ઍપ ખોલો.
  2. તમારા ચેટ લિસ્ટમાં સૌથી ઉપર વધુ
    |
    > કેટલોગ પર ક્લિક કરો.
  3. પ્રોડક્ટ કે સેવા > ફેરફાર કરો પર ક્લિક કરો.
  4. વસ્તુ છુપાવો પસંદ કરો.
  5. સેવ કરો પર ક્લિક કરો.
  6. વૈકલ્પિક રીતે, કેટલોગ સ્ક્રીન પર રહેલી વસ્તુ પર તમારું માઉસ ફેરવો. પછી, વધુ
    |
    > વસ્તુ છુપાવો પર ક્લિક કરો.
    નોંધ: વસ્તુના ફોટા પર
    સાથે છુપાયેલી વસ્તુઓ હજી પણ કેટલોગ મેનેજરમાં દેખાય છે. પ્રોડક્ટની વિગતવાળા પેજ પર તમે આ વસ્તુ છુપાવી હોવાનું દર્શાવતી એક નોંધ દેખાય છે.
કેટલોગની વસ્તુઓ બતાવવા માટે
  1. તમારા ચેટ લિસ્ટમાં સૌથી ઉપર વધુ
    |
    > કેટલોગ પર ક્લિક કરો.
  2. પ્રોડક્ટ કે સેવા > ફેરફાર કરો પર ક્લિક કરો.
  3. વસ્તુ છુપાવો પસંદગી રદ કરો.
  4. સેવ કરો પર ક્લિક કરો.
  5. વૈકલ્પિક રીતે, કેટલોગ સ્ક્રીન પર રહેલી વસ્તુ પર તમારું માઉસ ફેરવો. પછી, વધુ
    |
    > વસ્તુ બતાવો પર ક્લિક કરો.
કોઈ પ્રોડક્ટ કે સેવા ડિલીટ કરો
તમારા કેટલોગમાંથી કોઈ પ્રોડક્ટ કે સેવા ડિલીટ કરવા માટે:
  1. તમારા ચેટ લિસ્ટમાં સૌથી ઉપર વધુ
    |
    > કેટલોગ પર ક્લિક કરો.
  2. કોઈ પ્રોડક્ટ કે સેવા પસંદ કરો.
  3. પ્રોડક્ટની વિગતો વિભાગમાં સૌથી નીચે સુધી જાઓ.
  4. વસ્તુ ડિલીટ કરો પર ક્લિક કરો.
  5. ઓકે પર ક્લિક કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં