એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વિશે
પ્રાઇવસી અને સુરક્ષા અમારી રગેરગમાં છે, એટલે જ અમે અમારી ઍપમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા બનાવી છે. જ્યારે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય, ત્યારે તમારા મેસેજ, ફોટા, વીડિયો, વોઇસ મેસેજ, ડોક્યુમેન્ટ, સ્ટેટસ અપડેટ અને કૉલ ખોટા હાથમાં પડવા સામે સુરક્ષિત છે.
પર્સનલ મેસેજિંગ
જ્યારે તમે WhatsApp Messengerનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિ સાથે ચેટ કરો ત્યારે WhatsAppની એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન સુનિશ્ચિત કરે છે કે જે કંઇ મોકલવામાં આવ્યું હોય તેને ફક્ત તમે અને તમે જેની સાથે વાતચીત કરતા હો તે વ્યક્તિ જ વાંચી કે સાંભળી શકે, વચ્ચેની બીજી કોઈપણ વ્યક્તિ નહિ, WhatsApp પણ નહિ. આ એટલા માટે કે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે, તમારા મેસેજને એક લૉકથી સુરક્ષિત કરવામાં આવે છે અને ફક્ત એ મેસેજ મેળવનાર અને તમારી પાસે જ તેને ખોલી અને વાંચવા માટે જરૂરી ખાસ કી હોય છે. આ બધું આપમેળે થાય છે: તમારા મેસેજ સુરક્ષિત રાખવા માટે કોઈ ખાસ સેટિંગ ચાલુ કરવાની જરૂર રહેતી નથી.
બિઝનેસ મેસેજિંગ
દરેક WhatsApp મેસેજ સરખાં સાંકેતિક કોડ દ્વારા સુરક્ષિત છે, જે તમારા ડિવાઇસ પરથી મોકલતા પહેલાં જ મેસેજને સુરક્ષિત કરી દે છે. બિઝનેસ એકાઉન્ટને મેસેજ મોકલો, ત્યારે તમારો મેસેજ સુરક્ષિત રીતે બિઝનેસ દ્વારા પસંદ કરવામાં આવેલી નિર્ધારિત જગ્યાએ પહોંચાડવામાં આવે છે.
WhatsApp એવા બિઝનેસ સાથેની ચેટને ધ્યાનમાં લે છે કે જેઓ WhatsApp Business ઍપ્લિકેશનનો ઉપયોગ કરે છે અથવા ગ્રાહકોના મેસેજને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રાખવા પોતે જ તેનું સંચાલન અને સંગ્રહ કરે છે. એક વાર મેસેજ મળી જાય પછી, તે જે તે બિઝનેસની પોતાની પ્રાઇવસી પોલિસીને આધીન રહેશે. બિઝનેસ તેમને મળતા મેસેજને આગળ વધારવા અને તેનો જવાબ આપવા માટે ઘણાં કર્મચારીઓ કે અન્ય વેન્ડરને નિયુક્ત કરી શકે છે.
અમુક બિઝનેસ1 સુરક્ષિત રીતે મેસેજનો સંગ્રહ કરવા અને ગ્રાહકોને જવાબ આપવા માટે WhatsAppની પેરેન્ટ કંપની, Metaનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકશે. જોકે, Meta તમને દેખાતી જાહેરાતો માટે તમારી મેસેજની માહિતીનો આપમેળે ઉપયોગ કરશે નહિ, બિઝનેસ તેમના પોતાના માર્કેટિંગ હેતુઓ માટે તેમને મળતી ચેટનો ઉપયોગ કરી શકશે, જેમાં Meta પર જાહેરાતનો સમાવેશ હોઈ શકે છે. કોઈ બિઝનેસની પ્રાઇવસીની રીતો વિશે વધુ જાણવા માટે તમે હંમેશાં તેમનો સંપર્ક કરી શકો છો.
નોંધ: વપરાશકર્તાને ફેરફાર બતાવ્યા વિના શરૂથી અંત સુધી સુરક્ષિત ચેટની સુરક્ષાની સ્થિતિ બદલી શકાતી નથી. કઈ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે તે અંગે વધુ માહિતી માટે, અમારો શ્વેત પત્ર વાંચી જાઓ.
પેમેન્ટ
પસંદગીના દેશોમાં ઉપલબ્ધ WhatsApp પેમેન્ટ નાણાકીય સંસ્થાઓમાં એકાઉન્ટ વચ્ચે ટ્રાન્સફરને શક્ય બનાવે છે. કાર્ડ અને બેંકના નંબરોને ઉચ્ચ ગુણવત્તાવાળા સુરક્ષિત નેટવર્ક પર સાચવવામાં આવે છે. જોકે, નાણાકીય સંસ્થાઓ આ પેમેન્ટને લગતી માહિતી મેળવ્યા વગર પૈસાની લેવડદેવડ પૂરી કરી શકતી ન હોવાથી, આ પેમેન્ટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત કરેલા હોતા નથી.
સંપર્કની માહિતીવાળી સ્ક્રીનમાં “સુરક્ષા કોડની ખાતરી કરો”ની સ્ક્રીન શું છે?
તમારી અને તમારી સામેની વ્યક્તિની એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત દરેક ચેટ માટે એક ખાસ સુરક્ષા કોડ હોય છે, જેનો ઉપયોગ કરેલા કૉલ અને મોકલેલા મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે થાય છે.
નોંધ: એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત ચેટ માટે ખાતરી કરવાની પ્રક્રિયા વૈકલ્પિક છે અને તેનો ઉપયોગ ફક્ત તમે મોકલેલા મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે એની ખાતરી કરવા માટે કરાય છે.
આ કોડને સંપર્કની માહિતીવાળી સ્ક્રીન પર QR કોડ અને 60 આંકડાવાળા નંબર રૂપે જોઈ શકાય છે. આ કોડ દરેક વ્યક્તિગત ચેટમાં જુદો હોય છે અને ચેટમાં જે મેસેજ મોકલો છો એ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે તમે આવા કોડને બન્ને વ્યક્તિઓની ચેટમાં સરખાવી શકો છે. સુરક્ષા કોડ એ માત્ર તમને આપેલી ખાસ કીના દેખાય શકે તેવા વર્ઝન છે - અને ચિંતા કરશો નહિ, તે વાસ્તવિક કી નથી, તે કી હંમેશા ગુપ્ત રાખવામાં આવે છે. જયારે તમે ખાતરી કરો છો કે ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે, ત્યારે તમે અને તમારા સંપર્કના લિંક કરેલા ડિવાઇસના લિસ્ટ અપ-ટૂ-ડેટ હોય તેની પણ આ ખાતરી કરે છે.
વ્યક્તિગત ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે:
- તે ચેટ ખોલો.
- સંપર્કની માહિતીવાળી સ્ક્રીન ખોલવા માટે તે સંપર્કના નામ પર દબાવો.
- QR કોડ અને 60 અંકના નંબરને જોવા એન્ક્રિપ્શન પર દબાવો.
- નોંધ: આ સુવિધા માત્ર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત ચેટમાં રહેલા સંપર્ક માટે જ છે.
જો તમે અને તમારો સંપર્ક એકબીજાની સાથે હો, તો તમારામાંથી કોઈ પણ QR કોડને સ્કેન કરી શકે છે અથવા તો 60 અંકનો નંબર સરખાવી શકે છે. જો તમે QR કોડને સ્કેન કરો અને કોડ ખરેખર સરખો હોય, તો એક લીલા રંગની ખરાની નિશાની દેખાશે. બન્ને મેળ ખાતા હોવાથી, તમે બેફિકર રહી શકો છો કે તમારો કૉલ કે મેસેજ કોઈ આંતરી રહ્યું નથી.
જો તમે અને તમારો સંપર્ક એકબીજાની સાથે ન હો, તો તમે તેઓને બીજા પ્લેટફોર્મ વડે 60 અંકનો નંબર મોકલી શકો છો. એક વાર તમારા સંપર્કને કોડ મળી જાય એટલે તેમને જણાવો કે કોડને લખી લે અને તેને ડેટા કવચ નીચે સંપર્ક માહિતી સ્ક્રીન પર દેખાતા 60-અંકના નંબર સાથે સરખાવી લે. Android અને iPhone માટે, SMS, ઇમેઇલ વગેરે દ્વારા 60-અંકોનો નંબર મોકલવા માટે તમે "સુરક્ષા કોડની ખાતરી કરો" સ્ક્રીન પરથી "શેર કરો" બટનનો ઉપયોગ કરી શકો છો.
જો કોડ મેળ ન ખાતા હોય, તો શક્ય છે કે તમે કોઈ અલગ સંપર્કનો કોડ અથવા તો અલગ નંબર સ્કેન કરી રહ્યા હો. જો તમારા સંપર્કે હમણાં જ WhatsApp ફરી ઇન્સ્ટોલ કર્યું હોય, ફોન બદલ્યો હોય અથવા તો જોડી કરેલું ડિવાઇસ ઉમેર્યું કે દૂર કર્યું હોય, તો અમે તમને તમારા સંપર્કને નવો મેસેજ મોકલીને કોડ રિફ્રેશ કર્યા પછી સ્કેન કરવાની ભલામણ કરીએ છીએ. સુરક્ષા કોડ બદલવા વિશે આ લેખમાં વધુ જાણો.
કૃપા કરીને નોંધ લેશો કે જો તમે અથવા તમારા સંપર્ક એક કરતાં વધારે ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કરે છે, તો તમારે તમારા અને તમારા સંપર્કના બધા ડિવાઇસ પર સુરક્ષા કોડની ખાતરી કરવી પડશે.
WhatsApp શા માટે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા પૂરી પાડે છે અને લોકોને સુરક્ષિત રાખવા માટે તેનું શું મહત્ત્વ છે?
WhatsApp જે સેવા પૂરી પાડે છે તેના માટે સુરક્ષા ખૂબ અગત્યની છે. અમે ઘણા એવા દાખલાઓ જોયા છેે જેમાં અપરાધી હેકર દ્વારા ગેરકાયદેસર રીતે ખાનગી ડેટા પડાવીને ટેક્નોલોજીના દુરુપયોગથી તે ચોરાયેલી માહિતી વાપરીને લોકોને હેરાન કરાયા હોય. 2016માં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનું અમલીકરણ પૂરું કર્યા પછી, ડિજિટલ સુરક્ષા વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
WhatsApp પોતે, એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત મેસેજનું લખાણ વાંચવાની કે કૉલ સાંભળવાની ક્ષમતા ધરાવતું નથી. આનું કારણ એ છે કે, WhatsApp પર તમે મોકલેલા કે મેળવેલા મેસેજનું એન્ક્રિપ્શન માત્ર તમારા ડિવાઇસ પર જ ખોલી કે બંધ કરી શકાય છે. કોઈ મેસેજ તમારા ડિવાઇસ પરથી જાય તે પહેલાં, તે મેસેજના લખાણને કોડમાં બદલીને તેને લૉક કરવામાં આવે છે અને માત્ર મેળવનાર પાસે તેની ચાવી હોય છે. આ ઉપરાંત, મોકલાતા દરેક મેસેજ માટે ચાવી અલગ હોય છે. આ પ્રક્રિયા પડદા પાછળ ચાલતી હોય, ત્યારે તમે તમારા ડિવાઇસ પર સુરક્ષા ખાતરીનો કોડ ચકાસીને તમારી વાતચીત સુરક્ષિત છે કે નહિ તેની ખાતરી કરી શકો છો. આ બધું કેવી રીતે કામ કરે છે તેના વિશે વધુ જાણકારી તમે અમારા શ્વેતપત્રમાંથી મેળવી શકો છો.
સ્વાભાવિક રીતે, કાયદાના અમલને લાગતાં કામો માટે લોકો એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન શું છે તે પૂછે છે. દુનિયાભરની સરકારી એજન્સીઓ દ્વારા લોકોની સુરક્ષા માટે કરાતા કામોને WhatsApp બિરદાવે છે. અમે, લાગુ થતા કાયદા અને પોલિસી મુજબ સરકારી એજન્સીઓ પાસેથી આવતી વિનંતીઓની કાળજીપૂર્વક સમીક્ષા કરીને તેનો કાયદેસર જવાબ આપીએ છીએ અને ઇમર્જન્સી વિનંતીઓને જવાબ આપવમાં પ્રાથમિકતા આપીએ છીએ. અમારા શૈક્ષણિક પ્રયત્નોના ભાગરૂપે, સરકારી એજન્સીઓને માહિતગાર કરવા અમે અમારા દ્વારા ભેગી કરાતી મર્યાદિત માહિતી વિશે અને સરકારી એજન્સીઓ WhatsApp પાસેથી માહિતી મેળવવા કેવી રીતે સંપર્ક કરી શકે તે વિશે જાણકારી પ્રકાશિત કરી હતી, જે તમે અહીં વાંચી શકો છો.
WhatsApp પર તમારી સુરક્ષા વિશે વધુ જાણવા માટે, WhatsApp સુરક્ષા પર જાઓ.
1 2021માં.