Chrome પર નોટિફિકેશન મેળવી શકાતાં નથી

વેબ અને ડેસ્કટોપ
જો તમે WhatsApp વેબ પર નોટિફિકેશન મેળવી શકતા ન હો, તો ખાતરી કરો કે તમારા બ્રાઉઝરમાં નોટિફિકેશન ચાલુ કરેલા છે.
નોટિફિકેશન ચાલુ કરો
  1. તમારા બ્રાઉઝરમાં, તમારા ચેટ લિસ્ટની ઉપર વાદળી રંગના પટ્ટાની અંદર ડેસ્કટોપ નોટિફિકેશન ચાલુ કરો પર ક્લિક કરો.
  2. સ્ક્રીન પર આવતી સૂચના પ્રમાણે કરો.
નોંધ: જો તમને વાદળી પટ્ટો ન દેખાય, તો પેજ રિફ્રેશ કરો. જો તમને હજુ પણ પટ્ટો ન દેખાય, તો કદાચ તમે તમારા WhatsApp સેટિંગમાં નોટિફિકેશનને મ્યૂટ કે બંધ કર્યાં હશે.
નોટિફિકેશનને અનબ્લૉક કરો
  1. તમારા બ્રાઉઝરમાં વધુની નિશાની પર ક્લિક કરીને > સેટિંગ પર જાઓ.
    • વૈકલ્પિક રીતે, Chrome > પસંદગીઓ... પર ક્લિક કરો.
  2. પ્રાઇવસી અને સુરક્ષાની અંદર, સાઇટ સેટિંગ > નોટિફિકેશન પર ક્લિક કરો.
  3. ખાતરી કરો કે મોકલતા પહેલાં પૂછો (ભલામણ કરેલ) ચાલુ છે.
  4. જો "https://web.whatsapp.com" બ્લૉક કરેલી વેબસાઇટની યાદીમાં હોય, તો તેની બાજુની વધુની નિશાની પર દબાવીને પરવાનગી આપો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં