ફોટા અને વીડિયોમાં કેવી રીતે ફેરફાર કરવો

Android
iOS
વેબ અને ડેસ્કટોપ
Mac
તમે સ્ટિકર, ઇમોજી, લખાણ, દોરેલા ચિત્રો અને ફિલ્ટર જેવું વધુ ઉમેરીને તમારા ફોટા અને વીડિયોમાં મનગમતા ફેરફારો કરી શકો છો.
ફોટા અને વીડિયોમાં ફેરફાર કરવા માટે
નવો ફોટો કે વીડિયો લેવા માટે
 1. ચેટ પર દબાવો.
 2. camera
  અથવા
  attach
  >
  camera
  પર દબાવો.
 3. વીડિયો કે ફોટો લો, પછી નવો ફોટો લો અથવા નવો વીડિયો રેકોર્ડ કરો.
 4. તમારા ફોટો કે વીડિયોમાં ફેરફાર કરવાનું શરૂ કરો.
તમારો હાલનો ફોટો કે વીડિયો વાપરવા માટે
 1. ચેટ પર દબાવો.
 2. camera
  અથવા
  attach
  >
  photos and videos
  પર દબાવો.
 3. ફોટો કે વીડિયો પસંદ કરો.
 4. તમારા ફોટો કે વીડિયોમાં ફેરફાર કરવાનું શરૂ કરો.
તમારા મેસેજના ફોટો કે વીડિયોની ગુણવત્તામાં ફેરફાર કરવા માટે
hd media
પર દબાવો, પછી આના પર દબાવો:
  • સ્ટાન્ડર્ડ ગુણવત્તા સ્ટાન્ડર્ડ ગુણવત્તાનો ફોટો કે વીડિયો મોકલવા માટે. સ્ટાન્ડર્ડ ગુણવત્તાવાળા ફોટા અને વીડિયો ઓછો ડેટા વાપરે છે અને HD ગુણવત્તાવાળા ફોટા અને વીડિયો કરતાં તેને વધુ ઝડપથી મોકલી શકાય છે.
  • HD ગુણવત્તા વધુ ગુણવત્તાવાળો ફોટો કે વીડિયો મોકલવા માટે. સ્ટાન્ડર્ડ ગુણવત્તાવાળા ફોટા અને વીડિયો કરતાં HD ગુણવત્તાવાળા ફોટા અને વીડિયો વધુ સાફ હોય છે, પરંતુ તે વધુ ડેટા વાપરે છે અને તેને મોકલવામાં વધુ સમય લાગે છે.
નોંધ: HD મીડિયા હાલમાં સ્ટેટસ અપડેટ કે પ્રોફાઇલ ફોટા માટે ઉપલબ્ધ નથી.
તમારા ફોટો કે વીડિયોને કાપવા કે ફેરવવા માટે
 1. crop or rotate
  પર દબાવો.
  • તમારો ફોટો કાપવા માટે, કોઈ પણ હેન્ડલને ખેંચો, પછી અપેક્ષિત કદ મુજબ તેને અંદર કે બહાર ખેંચો.
  • કોઈ ફોટો ફેરવવા માટે,
   rotate
   પર વારંવાર દબાવો.
  • તમારા છેલ્લા બધા ફેરફારો રદ કરીને ફરી પાછા જવા માટે રદ કરો પર દબાવો.
 2. આ થઈ જાય એટલે થઈ ગયું પર દબાવો.
વીડિયો ટ્રિમ કરવા માટે
 1. વીડિયોને ટ્રિમ કરવા માટે સ્લાઇડરને ટોચ પર ખેંચો.
 2. તમારા નવા ટ્રિમ થયેલા વીડિયોને પ્રિવ્યૂ કરવા માટે
  play
  પર દબાવો.
તમારા ફોટા અને વીડિયોમાં ફિલ્ટર લાગુ કરવા માટે
 1. ફોટો અથવા વીડિયો પર આંગળી ઉપરની તરફ ખસેડો.
 2. ફિલ્ટર પર દબાવો.
 3. ફેરફાર કરવાનું ચાલુ રાખવા માટે ફોટો અથવા વીડિયો પર દબાવો.
તમારા ફોટા કે વીડિયોમાં સ્ટિકર ઉમેરવા માટે
 1. > સ્ટિકર કે ઇમોજી પર દબાવો.
 2. તમે વાપરવા માગતા હો તે સ્ટિકર કે ઇમોજી પર દબાવો.
  • વસ્તુ ખસેડવા માટે, તેને દબાવી રાખો અને પછી ખેંચો.
  • વસ્તુના કદમાં ફેરફાર કરવા, ચપટી ભરી કે ખોલીને તેને નાની કે મોટી કરો.
  • વસ્તુને ફેરવવા માટે, ચપટી ભરીને તેને ફેરવો.
 3. આ થઈ જાય એટલે ફોટામાં કોઈ પણ જગ્યાએ દબાવો.
 4. કોઈ ઇમોજી કે સ્ટિકર ડિલીટ કરવા માટે,
  delete editing status
  પર ખેંચો.
તમારા ફોટા કે વીડિયોમાં લખાણ ઉમેરવા માટે
 1. સ્ક્રીનમાં સૌથી ઉપર
  text
  પર દબાવો.
 2. લખવાની જગ્યામાં કંઈક લખો.
 3. થઈ ગયું પર દબાવો, અથવા ફોટા કે વીડિયોમાં કોઈ પણ જગ્યાએ દબાવો.
 4. લખવાની જગ્યા ડિલીટ કરવા માટે,
  delete editing status
  પર ખેંચો.
તમારા લખાણનો દેખાવ બદલવા માટે
 1. લખાણનો રંગ અને ફોન્ટનો પ્રકાર બદલવા માટે લખવાની જગ્યા પર દબાવો.
  • લખાણનો રંગ બદલવા માટે, કલર સિલેક્ટર પર તમારી આંગળી ઉપર અને નીચે કરો અથવા કોઈ રંગ પર દબાવો.
  • ફોન્ટ પસંદ કરવા માટે સ્ક્રીનમાં સૌથી નીચે ફોન્ટના પ્રકાર પર દબાવો.
 2. તમારા લખેલા મેસેજમાં બીજા ફેરફારો કરવા માટે થઈ ગયું પર દબાવો.
  • ફોન્ટના કદમાં ફેરફાર કરવા, ચપટી ભરી કે ખોલીને તેને નાની કે મોટી કરો.
  • લખવાની જગ્યાને ફેરવવા માટે, લખાણ પર ચપટી ભરીને તેને ફેરવો.
  • લખવાની જગ્યાને ખસેડવા માટે, તેને નવા લોકેશન પર ખેંચો.
કેપ્શન ઉમેરવા માટે
લખવાની જગ્યામાં કેપ્શન લખો. ઇમોજી ઉમેરવા માટે
પર દબાવો.
તમારા ફોટા કે વીડિયો પર ડ્રોઇંગ કરવા માટે
 1. draw
  પર દબાવો.
 2. પેનનો રંગ અને જાડાઈ પસંદ કરો.
  • પેનનો રંગ બદલવા માટે, કલર સિલક્ટર પર તમારી આંગળી ઉપર અને નીચે કરો.
  • તમે તમારા ફોટાની નીચે આવેલા કોઈ એક
   brush small
   આઇકન પર દબાવીને પેનની જાડાઈ બદલી શકો છો.
 3. ફ્રીહેંડ ડ્રોઇંગ બનાવવા માટે તમારી આંગળીનો ઉપયોગ કરો.
  • ડ્રોઇંગ કરતી વખતે કોઈ લાઇન ડિલીટ કરવા માટે,
   undo
   પર દબાવો.
 4. આ થઈ જાય એટલે થઈ ગયું પર દબાવો.
આખો ફોટો કે તેના કેટલાક ભાગને ઝાંખો કરવા માટે
 1. draw
  >
  brush small
  પર દબાવો.
 2. ફોટાનો કોઈ પણ ભાગ ઝાંખો કરવા માટે તમારી આંગળીનો ઉપયોગ કરો.
  • ઝાંખું કરવાની ઇફેક્ટનો છેલ્લો ફેરફાર રદ કરવા માટે
   undo
   પર દબાવો.
 3. આ થઈ જાય એટલે થઈ ગયું પર દબાવો.
તમારો વીડિયો મ્યૂટ કરવા માટે
તમારા વીડિયોમાં ઓડિયો બંધ કરવા માટે
mute video
પર દબાવો.
તમારું મીડિયા મોકલવા માટે
એક વાર તમે તમારા મીડિયામાં ફેરફાર કરી લો, પછી
પર દબાવો. તમારું મીડિયા મોકલવા માટે સંપર્ક કે ગ્રૂપ પર દબાવો, પછી મોકલવા માટે
send
પર દબાવો.
સંબંધિત લેખો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં