ફોટા અને વીડિયોમાં કેવી રીતે ફેરફાર કરવો

Android
iPhone
WhatsApp તમને તમારા ફોટા અને વીડિયોમાં ઇમોજી, લખાણ અથવા હાથથી ડ્રોઇંગ ઉમેરવા દે છે, જેથી તમે મનગમતા ફોટા અને વીડિયો બનાવી શકો.
ફોટા અને વીડિયોમાં ફેરફાર કરવા માટે
 1. લખવાની જગ્યામાં
  કેમેરા પર દબાવો.
 2. કોઈ નવો ફોટો કે વીડિયો લો અથવા તો પિકરમાંથી કોઈ હાલનો ફોટો કે વીડિયો પસંદ કરો.
 3. ફોટો કે વીડિયોમાં તમારે જે ઉમેરવું હોય તે પસંદ કરો.
સ્ટિકર કે ઇમોજી ઉમેરો
 1. સ્ટિકર > સ્ટિકર અથવા ઇમોજી પર દબાવો.
 2. તમે વાપરવા માગતા હો તે વસ્તુ પર દબાવો.
  • વસ્તુ ખસેડવા માટે, તેને દબાવી રાખો અને પછી ખેંચો.
  • વસ્તુના કદમાં ફેરફાર કરવા, ચપટી ભરી કે ખોલીને તેને નાની કે મોટી કરો.
  • વસ્તુને ફેરવવા માટે, ચપટી ભરીને તેને ફેરવો.
લખાણ ઉમેરો
 1. સ્ક્રીનની સૌથી ઉપરના ભાગમાં લખાણ
  પર દબાવો.
 2. લખવાની જગ્યામાં ઇચ્છા મુજબ લખો.
  • રંગ પસંદ કરવા, રંગ સિલેક્ટર પર તમારી આંગળી ઉપર અને નીચે સરકાવો.
  • અક્ષરનો પ્રકાર પસંદ કરવા, રંગ સિલેક્ટર પરથી તમારી આંગળી જમણેથી ડાબે સરકાવો. અક્ષરના પ્રકારની ખાતરી કરવા તમારી આંગળી ઉપાડી લો.
  • અક્ષરના કદમાં ફેરફાર કરવા, ચપટી ભરી કે ખોલીને તેને નાના કે મોટા કરો.
  • લખાણને ફેરવવા માટે, લખાણ પર ચપટી ભરીને તેને ફેરવો.
દોરો
 1. સ્ક્રીનની સૌથી ઉપરના ભાગમાં
  દોરો પર દબાવો.
 2. હાથથી ડ્રોઇંગ બનાવવા માટે તમારી આંગળીનો ઉપયોગ કરો.
  • રંગ પસંદ કરવા, રંગ સિલેક્ટર પર તમારી આંગળી ઉપર અને નીચે સરકાવો. તમે દોરો છો તે દરેક લાઇન માટે તમે રંગ પસંદ કરી શકો છો.
ફિલ્ટરો લગાડવા માટે
 1. ફોટો અથવા વીડિયો પર આંગળી ઉપરની તરફ ખસેડો.
 2. ફિલ્ટર પસંદ કરો.
વીડિયો મ્યૂટ કરો
 1. તમારા વીડિયોમાં ઑડિયો બંધ કરવા માટે
  મ્યૂટ કરો પર દબાવો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં