ફોટા અને વીડિયોમાં કેવી રીતે ફેરફાર કરવો
Android
iPhone
વેબ અને ડેસ્કટોપ
WhatsApp તમને તમારા ફોટા અને વીડિયોમાં સ્ટિકર, ઇમોજી, લખાણ, દોરેલા ચિત્રો અને ફિલ્ટર ઉમેરવા દે છે, જેથી તમે મનગમતા ફોટા અને વીડિયો બનાવી શકો.
ફોટા અને વીડિયોમાં ફેરફાર કરવા માટે
નવો ફોટો કે વીડિયો લેવા માટે
- લખવાની જગ્યામાં જોડો> કેમેરાપર દબાવો.
- વીડિયો કે ફોટા પર દબાવો, પછી નવો વીડિયો રેકોર્ડ કરો અથવા નવો ફોટો લો.
- તમારા ફોટો કે વીડિયોમાં ફેરફાર કરવાનું શરૂ કરો.
તમારો હાલનો ફોટો કે વીડિયો વાપરવા માટે
- લખવાની જગ્યામાં જોડો> ગેલેરીપર દબાવો.
- ફોટો કે વીડિયો પસંદ કરો.
- તમારા ફોટો કે વીડિયોમાં ફેરફાર કરવાનું શરૂ કરો.
તમારો ફોટો કાપવા કે ફેરવવા માટે
- પર દબાવો.
- ફોટો કાપવા માટે, કોઈ પણ હેન્ડલ પર દબાવી રાખો, પછી ફોટાના અપેક્ષિત કદ મુજબ તેને અંદર કે બહાર ખેંચો.
- ફોટો ફેરવવા માટે, ફેરવોપર વારંવાર દબાવો.
- આ થઈ જાય એટલે થઈ ગયું પર દબાવો.
તમારા ફોટામાં ફિલ્ટર લાગુ કરવા માટે
- ફોટો પર આંગળી ઉપરની તરફ ખસેડો.
- ફિલ્ટર પસંદ કરો.
- આ થઈ જાય એટલે ફોટા પર દબાવો.
તમારા ફોટા કે વીડિયોમાં સ્ટિકર ઉમેરવા માટે
- > સ્ટિકર કે ઇમોજી પર દબાવો.
- તમે વાપરવા માગતા હો તે વસ્તુ પર દબાવો.
- વસ્તુ ખસેડવા માટે, તેને દબાવી રાખો અને પછી ખેંચો.
- વસ્તુના કદમાં ફેરફાર કરવા, ચપટી ભરી કે ખોલીને તેને નાની કે મોટી કરો.
- વસ્તુને ફેરવવા માટે, ચપટી ભરીને તેને ફેરવો.
- આ થઈ જાય એટલે ફોટામાં કોઈ પણ જગ્યાએ દબાવો.
- ઇમોજી કે સ્ટિકર ડિલીટ કરવા માટે, તેને દેખાતા ટ્રેશ કેનપર ખેંચો.
તમારા ફોટા કે વીડિયોમાં લખાણ ઉમેરવા માટે
- સ્ક્રીનના સૌથી ઉપરના ભાગે લખાણપર દબાવો.
- લખવાની જગ્યામાં ઇચ્છા મુજબ લખો.
- આ થઈ જાય એટલે થઈ ગયું પર દબાવો.
તમારા લખાણનો દેખાવ બદલવા માટે
- લખવાની જગ્યા પર દબાવો.
- લખાણનો રંગ બદલવા માટે, કલર સિલેક્ટર પર તમારી આંગળી ઉપર અને નીચે કરો.
- ફોન્ટનો પ્રકાર બદલવા માટે, પર વારંવાર દબાવો. દરેક વખતે ફોન્ટ બદલાય છે. ફોન્ટના નવા પ્રકારની ખાતરી કરવા માટે સ્ક્રીન પર દબાવો.
- અક્ષરના કદમાં ફેરફાર કરવા, ચપટી ભરી કે ખોલીને તેને નાના કે મોટા કરો.
- લખવાની જગ્યાને ફેરવવા માટે, લખાણ પર ચપટી ભરીને તેને ફેરવો.
- લખવાની જગ્યાને ખસેડવા માટે, તેને નવા લોકેશન પર ખેંચો.
- આ થઈ જાય એટલે સ્ક્રીન પર કોઈ પણ જગ્યાએ દબાવો.
નોંધ: તમે તમારું લખાણ ઉમેરતા પહેલાં પણ ફોન્ટ અને રંગ પસંદ કરી શકો છો.
તમારા ફોટા કે વીડિયો પર ડ્રોઇંગ કરવા માટે
- પર દબાવો.
- પેનનો રંગ અને જાડાઈ પસંદ કરો.
- પેનનો રંગ બદલવા માટે, કલર સિલક્ટર પર તમારી આંગળી ઉપર અને નીચે કરો.
- તમે તમારી પેનની નીચે આવેલા કોઈ આઇકન પર દબાવીને પેનની જાડાઈ બદલી શકો છો.
- ફ્રીહેંડ ડ્રોઇંગ બનાવવા માટે તમારી આંગળીનો ઉપયોગ કરો.
- ડ્રોઇંગ કરતી વખતે લાઇન ડિલીટ કરવા માટે, છેલ્લો ફેરફાર રદ કરોપર દબાવો.
- આ થઈ જાય એટલે થઈ ગયું પર દબાવો.
આખો ફોટો કે તેના કેટલાક ભાગને ઝાંખો કરવા માટે
- પર દબાવો.
- તમારા ફોટાની નીચે આવેલા બ્લરટૂલ (ઝાંખુ કરવા માટે) પર દબાવો.
- ફોટાનો કોઈ પણ ભાગ ઝાંખો કરવા માટે તમારી આંગળીનો ઉપયોગ કરો.
- ઝાંખુ કર્યાનો છેલ્લો ફેરફાર રદ કરવા માટે પર દબાવો.
- આ થઈ જાય એટલે થઈ ગયું પર દબાવો.
તમારો વીડિયો મ્યૂટ કરવા માટે
- તમારા વીડિયોમાં ઓડિયો બંધ કરવા માટે મ્યૂટ કરોપર દબાવો.
તમારો મીડિયા મોકલવા માટે
એક વાર તમે તમારા મીડિયામાં ફેરફાર કરવાનું પૂરું થાય એટલે, મોકલો
પર દબાવો.

સંબંધિત લેખ
Android પર મીડિયા કેવી રીતે મોકલવું