ધૂંધળા લાગતા ફોટાની સમસ્યા દૂર કરવા વિશે
જો WhatsApp તમારા ડિવાઇસ કે SD કાર્ડ પર કોઈ ફોટાને શોધી ન શકે, તો તે ફોટો ધૂંધળો દેખાઈ શકે છે. આવું સામાન્યરીતે ફોટોને ડિલીટ કર્યો હોય ત્યારે થાય છે. તમારા ડિવાઇસમાં આપમેળે ફોટા સેવ થાય તે માટે:
- Android: WhatsApp ખોલો > વધુ વિકલ્પો> સેટિંગ > ચેટપર દબાવીને > ગેલરીમાં મીડિયા બતાવો ચાલુ કરો.
- iPhone: WhatsApp ખોલો > સેટિંગ> ચેટપર દબાવીને > કેમેરા રોલ પર સેવ કરો ચાલુ કરો.
એક વાર તમારા ડિવાઇસ પર ફોટો ડાઉનલોડ થઈ ગયા પછી તેને ફરી ડાઉનલોડ કરી શકાતો નથી. તમારે તમારા સંપર્કને તેને ફરીથી મોકલવા માટે કહેવું પડશે.
જો તમારી પાસે Android ફોન હોય, તો અમે ભલામણ કરીએ છીએ કે ફોટા સેવ કરવા તમે એક SD કાર્ડ ભરાવો.