જો તમે WhatsApp એકાઉન્ટની માહિતી Meta સાથે શેર કરવાનું નાપસંદ કર્યું હોય, તો Meta કંપનીની વૈકલ્પિક સુવિધાઓનો ઉપયોગ કરવા વિશે

અમે એ બાબતથી વાકેફ છીએ કે 2016માં કેટલાક વપરાશકર્તાઓએ તેમની Facebook જાહેરાતો અને પ્રોડક્ટના અનુભવને વધુ સારો બનાવવા માટે તેમની WhatsApp એકાઉન્ટની માહિતી Facebook સાથે શેર કરવાનું નાપસંદ કર્યુ હતું. ત્યારથી, અમે નવી વૈકલ્પિક સુવિધાઓ આપવાનું શરૂ કર્યું છે જે તમારા WhatsApp અનુભવોને અન્ય Meta કંપનીઓ સાથે કનેક્ટ કરવામાં મદદ કરે છે. આ સુવિધાઓના ઉપયોગ માટે લાગુ પડતી પ્રાઇવસી પોલિસીમાં વર્ણવ્યા અનુસાર Facebook સાથે તમારી માહિતી શેર કરવાની જરૂર પડી શકે છે. તમારી પાસે આ સુવિધાઓનો ઉપયોગ ન કરવાનો વિકલ્પ છે.
  • Facebook શૉપ: જો તમે આ સુવિધાનો ઉપયોગ કરવાનું પસંદ કરો, તો Facebook શૉપમાં પ્રોડક્ટ જોવા માટે WhatsApp તમારી એકાઉન્ટની માહિતી Facebook સાથે શેર કરતું નથી.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં