તમારા નોટિફિકેશનનું સંચાલન કેવી રીતે કરવું
Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
નોટિફિકેશનની પસંદગીઓનું સહેલાઈથી તમારાં WhatsApp સેટિંગમાંથી સંચાલન કરી શકાય છે. iPhone આવી રહેલા મેસેજની જાણ પુશ નોટિફિકેશન મોકલીને આપમેળે કરશે.
iOS ઍપ ત્રણ પ્રકારનાં નોટિફિકેશનની સુવિધા આપી શકે છે:
- સાઉન્ડ: સાંભળી શકાય તેવી ચેતવણી પ્લે થાય છે.
- ચેતવણીઓ/બેનર: સ્ક્રીન પર ચેતવણી કે બેનર દેખાય છે.
- બેજ: ઍપ્લિકેશનના આઇકન પર ફોટો કે નંબર દેખાય છે.
તમારા નોટિફિકેશનની પસંદગીઓમાં ફેરફાર કરવા માટે:
WhatsApp ખોલો > સેટિંગ> નોટિફિકેશન પર દબાવો. રિવ્યૂ કરો કે મેસેજ અને ગ્રૂપ નોટિફિકેશન માટે નોટિફિકેશન બતાવો ચાલુ છે.
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ મ્યૂટ કરવા માટે
તમે ઍપમાં જે વાઇબ્રેશન કે સાઉન્ડ અનુભવો છો, તેને બંધ કરી શકો છો. WhatsApp > સેટિંગ > નોટિફિકેશન > ઍપની અંદરનાં નોટિફિકેશન ખોલો.
નોટિફિકેશનની સમસ્યાઓનું નિવારણ કરવા માટે
ખાતરી કરો કે WhatsApp અને iPhone સેટિંગ બન્નેમાં તમારા નોટિફિકેશનનાં સેટિંગ ચાલુ છે.
જો તમે ખાતરી કરી હોય કે તમારાં નોટિફિકેશન સેટિંગ યોગ્ય છે અને તમે હજી પણ નોટિફિકેશન મેળવી શકતા નથી, તો એ તમારા કનેક્શન અથવા iOS સાથે સમસ્યા હોઈ શકે.
નોંધ લેશો કે મેસેજ પહોંચાડવાનું નિયંત્રણ સંપૂર્ણપણે Appleની પુશ નોટિફિકેશન સેવા (APNS) દ્વારા કરવામાં આવે છે અને WhatsApp પાસે આ સેવા વડે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની કોઈ રીત નથી. જો તમે ઓફલાઇન હો તે દરમિયાન કોઈ વ્યક્તિ તમને મેસેજ મોકલે છે, તો તે મેસેજ તમારા ફોન પર પહોંચાડવા માટે તેને APNS પર મોકલવામાં આવશે. આ નોટિફિકેશન પહોંચાડવા પર WhatsAppનો કોઈ કંટ્રોલ નથી કે તે WhatsApp તેને જોઈ શકતું નથી. એવું લાગે કે સમસ્યા WhatsAppમાં છે, પણ સમસ્યા APNS કે iOSની હોય છે.
સામાન્યપણે, આ સમસ્યાનો એક જ રીતે ઉકેલ લાવી શકાય કે તમારા ફોનને ફેક્ટરી સેટિંગ પર રિસ્ટોર કરીને તેને એકદમ નવા ફોન જેવો બનાવી દેવો.
નોંધ: જો તમે બેકઅપ રિસ્ટોર કરો છો, તો તમે સમસ્યાને પણ રિસ્ટોર કરો એવી સંભાવના રહે છે. પુશ નોટિફિકેશન માટે એક માન્ય સિમ કાર્ડ અને એક્ટિવ વાઇ-ફાઇ કે મોબાઇલ ડેટા કનેક્શન જરૂરી છે.