તમારા નોટિફિકેશનનું સંચાલન કેવી રીતે કરવું

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
નોટિફિકેશનની પસંદગીઓ સરળતાથી તમારા WhatsApp સેટિંગમાં સંચાલિત કરી શકાય છે. iPhone આપમેળે તમને આવતા મેસેજની સૂચના આપવા એક પુશ નોટિફિકેશન બતાવશે.
iOS ઍપ ત્રણ પ્રકારનાં નોટિફિકેશનની સુવિધા આપે છે:
  • અવાજ: સંભળાય એવી વાગતી સૂચના.
  • સૂચના/બૅનર: સ્ક્રીન પર દેખાતી સૂચના કે બૅનર.
  • બૅજ: ઍપના નિશાન પર દેખાતો ફોટો કે નંબર.
તમારા નોટિફિકેશનની પસંદગીમાં ફેરફાર કરવા:
WhatsApp ખોલો > સેટિંગ > નોટિફિકેશન પર દબાવો. મેસેજ અને ગ્રૂપ નોટિફિકેશન માટે નોટિફિકેશન બતાવો ચાલુ છે કે નહિ તે તપાસો.
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ મ્યૂટ કરવા માટે
તમે ઍપમાં આવતું વાઇબ્રેશન કે અવાજો બંધ કરી શકો છો. WhatsApp ખોલો > સેટિંગ > નોટિફિકેશન > ઍપની અંદરનાં નોટિફિકેશન.
નોટિફિકેશનની સમસ્યાઓનો ઉકેલ
ખાતરી કરો કે તમારા WhatsApp અને iPhone સેટિંગ બન્નેમાં નોટિફિકેશન સેટિંગ ચાલુ કરેલા છે.
જો તમે ખાતરી કરી લીધી હોય કે તમારા નોટિફિકેશન સેટિંગ સાચા છે અને હજી પણ તમને નોટિફિકેશન મળતાં ન હોય, તો આવું તમારા કનેક્શન કે iOSમાં કોઈ સમસ્યા હોવાથી બની શકે.
એ વાતની નોંધ લેશો કે નોટિફિકેશનની ડિલિવરી પૂરી રીતે Appleની પુશ નોટિફિકેશન સેવા (APNS) દ્વારા નિયંત્રિત છે, અને WhatsApp પાસે આ સેવાથી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો કોઈ રસ્તો નથી. જો તમે ઓફલાઇન હો ત્યારે કોઈ તમને મેસજ મોકલે, તો તે મેસેજને તમારા ફોન પર પહોંચાડવા માટે APNSને મોકલવામાં આવશે. આવાં નોટિફિકેશનની ડિલિવરી પર કે ડિલિવરી થઈ કે નહિ તે જોવા માટે WhatsApp પાસે કોઈ નિયંત્રણ નથી. બની શકે કે એવું લાગે કે સમસ્યા WhatsAppમાં છે, પણ ખરેખરમાં સમસ્યા APNS કે iOSની છે.
સામાન્યપણે, આ સમસ્યાનો એક જ ઉકેલ છે કે તમારા ફોનને ફેક્ટરી સેટિંગ પર પરત લાવીને નવા જેવો બનાવી દો.
નોંધ: જો તમે બેકઅપ પાછો મેળવો, તો શક્યતા છે કે તે સમસ્યા પણ પાછી આવી જશે. પુશ નોટિફિકેશન માટે એક માન્ય સિમ કાર્ડ અને એક્ટિવ વાઇ-ફાઇ કે ડેટા કનેક્શન જરૂરી છે.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં