વોઇસ મેસેજ કેવી રીતે મોકલવા
WhatsApp વોઇસ મેસેજિંગ તમને સંપર્કો કે ગ્રૂપ સાથે તરત વાત કરવાની સગવડ પૂરી પાડે છે. તમે મહત્ત્વની અને સમયસર પહોંચાડવી જરૂરી હોય તેવી માહિતી માટે તેને વાપરી શકો છો. આમ પણ, બધા વોઇસ મેસેજ આપમેળે ડાઉનલોડ થાય છે.
વોઇસ મેસેજ મોકલવા માટે
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- માઇક્રોફોન પર ક્લિક કરો અને બોલવાનું શરૂ કરો.
- રેકોર્ડિંગ પૂરું થઈ જાય એટલે, ખરાની નિશાની પર ક્લિક કરો.
- વોઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે, તમે X નિશાની પર ક્લિક કરીને તેને રદ કરી શકો છો.
તમે મોકલેલા વોઇસ મેસેજ પર તમને:
- મેળવનારે પ્લે કર્યા ન હોય તેવા વોઇસ મેસેજ પર ભૂખરા રંગનો માઇક્રોફોન દેખાશે.
- મેળવનારે પ્લે કર્યા હોય તેવા વોઇસ મેસેજ પર વાદળી રંગનો માઇક્રોફોન દેખાશે.
સંબંધિત લેખ: